January 15, 2025

મકરસંક્રાંતિ પર અમદાવાદમાં 108 ઇમરજન્સી કોલમાં વધારો, 12 વાગ્યા સુધીમાં મળ્યા આટલા કોલ

Makar Sankranti 2025: મકરસંક્રાંતિ ઉજવણી દેશભરમાં થઈ રહી છે. ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં આ તહેવારનો વધારે ઉલ્લાસ જોવા મળે છે. ત્યારે સમગ્ર અમદાવાદમાં મકરસંક્રાંતિને લઈને 108 માં બપોરે 12 વાગ્યા સુધીમાં 1450 કોલ આવ્યા હતા.

આ પણ વાંચો: અમરેલીના બગસરામાં રિલ બનાવવાની ઘેલછામાં સગીરે ગટગટાવી ઝેરી દવા

મકરસંક્રાંતિમાં 108 માં કોલ
અમદાવાદમાં મકરસંક્રાંતિને લઈને 108 માં બપોરે 12 વાગ્યા સુધીમાં 1450 કોલ આવ્યા છે. ગયા વર્ષની સરખામણી કરતા 15 કોલ વધારે આવ્યા છે. સાંજ સુધીમાં આંકડામાં વધારો થવાની શક્યતાઓ છે. 14 જાન્યુઆરી 2025ના રોજ અંદાજે 1,476 ઈમરજન્સી કેસ નોંધાવાની શક્યતા છે.