December 22, 2024

ઉત્તરાખંડના અલ્મોડામાં બસ અકસ્માત, ખીણમાં પડી બસ; 36 મુસાફરોના મોત અનેક ઈજાગ્રસ્ત

Uttarakhand: ઉત્તરાખંડના અલ્મોડામાં સોમવારે એક મોટો અકસ્માત થયો હતો. એક પેસેન્જર બસ ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા છે અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 35 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા.

આ અકસ્માતમાં બસને સંપૂર્ણ નુકસાન થયું છે. રાહદારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતા જ SDRF અને NDRFની ટીમોને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ઘાયલોને બસમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં ચાલુ

રાહત કાર્ય શરૂ થયું
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, કુપી નજીક ઊંડી ખાઈમાં પડી ગયેલી બસ 40 લોકો સાથે પૌડી જિલ્લાથી રામનગર તરફ આવી રહી હતી. તે દરમિયાન કુપી પાસે બસ અકસ્માત સર્જાયો હતો અને ઉંડી ખાઈમાં બસ પડી હતી. ઘટનાસ્થળે રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે, નૈનીતાલ જિલ્લા પોલીસ પણ રાહત કાર્યમાં લાગેલી છે.

મળતી માહિતી મુજબ, સોમવારે સવારે એક બસ ગૌરીખાલથી રામનગર જવા રવાના થઈ હતી. બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. સોલ્ટ્સ કૂપ પાસે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. થોડી જ વારમાં બસ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. બસ પડતાની સાથે જ મુસાફરોએ ચીસાચીસ કરી હતી.

અકસ્માત સમયે કેટલાક મુસાફરો બહાર પડી ગયા હતા. ઘાયલ મુસાફરોએ સવારે 9 વાગ્યે કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર વિનીત પાલે જણાવ્યું કે સોલ્ટ અને રાનીખેતથી ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 15 લોકોના મોતના અહેવાલ છે. ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. કેટલા લોકોના મોત થયા છે તેની માહિતી બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ જ આપી શકાશે.