January 16, 2025

પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનની તબિયત લથડી, સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં ICUમાં દાખલ

નવી દિલ્હીઃ પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને હૃદય સંબંધિત તકલીફ બાદ સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના મિત્ર અને વાંસળીવાદક રાકેશ ચૌરસિયાએ આ માહિતી આપી છે. રાકેશ ચૌરસિયાએ કહ્યું કે, ‘તેમની તબિયત ખરાબ છે અને હાલમાં તેઓ ICUમાં દાખલ છે. અમે બધા તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છીએ.’

ઉલ્લેખનીય છે કે, ઝાકિર હુસૈન બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત હતા. તેમણે કહ્યુ કે, ‘હૃદય સંબંધિત સમસ્યાને કારણે તેઓ છેલ્લા એક સપ્તાહથી સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ છે.’ મહત્વનું છે કે, ઉસ્તાદ ઝાકિર હુસૈનના પિતા અલ્લાહ રખાં પણ પ્રખ્યાત તબલાવાદક હતા.