December 28, 2024

WhatsAppમાં આવી રહ્યું છે રંગીન ફિચર

WhatsApp સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. મોટા ભાગના લોકો તેનો ઉપયોગ કરે છે. કંપની પણ યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવા નવા અપડેટ લઈને આવી રહી છે. છેલ્લા એક વર્ષથી કંપની સતત અપડેટ લાવી રહી છે. કંપની પ્રયત્ન કરી રહી છે કે લોકોને સરળ સુવિધા મળે અને એપનો આનંદ મેળવી શકે છે. ફરી એક વાર નવું અપડેટ સામે આવ્યું છે. આવો જાણીએ કે કંપની હવે નવું ફિચર કયારે અને શું આવશે.

કરોડો યુઝર્સને અનુભવ
WABetaInfoમાં આપેલી માહિતી પ્રમાણે હાલ એક ફિચર પર કામ કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં કંપની તેને બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરશે. આ ફીચરને સમજાવવા માટે, WABetaInfo દ્વારા એક સ્ક્રીનશૉટ પણ શેર કરવામાં આવ્યો છે. આગામી ફીચરના રોલઆઉટ પછી ચેટ થીમમાં વિવિધ રંગોના ઘણા થીમ વિકલ્પો તમને મળી રહેશે. આ ફિચર આવતાની સાથે તમે તમારા વોટ્સએપને નવો લુક આપી શકો છો.

આ પણ વાંચો: iPhoneનો ક્રેઝ હોય તો આવો, એકસાથે 5 iPhone લીધા

WhatsApp લાવી રહ્યું છે કોન્ટેક્ટ મેકન્સ ફિચર
WhatsApp હાલમાં કોન્ટેક્ટ મેન્ટેશન નામના ફિચર પર કામ કરી રહ્યું છે. જેમાં તમને સ્ટેટસ સેટ કરતી વખતે કોન્ટેક્ટ લિસ્ટમાં હાજર લોકોને ટેગ કરવાનો વિકલ્પ પણ મળી રહેશે. જેવા તમે તમારા સ્ટેટસમાં કોઈનો ઉલ્લેખ કરશો, તેમને તમારા સ્ટેટસની સૂચના મળશે. આ ફિચર પણ થોડા જ દિવસમાં આવી રહ્યું છે.