December 26, 2024

‘હાથના ઈશારા નહીં…જીભનો ઉપયોગ કરો’, ભડકેલા જગદીપ ધનખરેએ રાઘવ ચઢ્ઢાની સંસદમાં કાઢી ઝાટકણી

પરિણીતી સાથે અફેર બાદ લગ્નને લઇને ચર્ચામાં રહેલ રાઘવ ચઢ્ઢા રાજકીય મુદ્દાઓમાં પણ એટલા જ ચર્ચામાં રહે છે. ત્યારે હવે આપ સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં મળેલા ઠપકાને લઇને હાલ ચર્ચામાં છે. તો હવે એ જાણવું રહ્યું કે આપ સાંસદે એવું તો શું કર્યું કે રાજ્યસભામાં તેમને ફટકાર લગાવવામાં આવી.

જગદીપ ધનખરે રાઘવ ચઢ્ઢા પર લાલઘૂમ
મળતી માહિતી અનુસાર રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આજે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને તેમના કાર્યો માટે ઠપકો આપ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે ધનખરે રાઘવ ચઢ્ઢાને વ્યવસ્થાને લઇને પ્રશ્ન ઉઠાવવા બદલ ફટકાર લગાવી હતી. રાઘવ ચઢ્ઢાની હરકતોથી ગુસ્સામાં દેખાતા ધનખરે કહ્યું, ‘મિસ્ટર ચઢ્ઢા, તમારે હાથની આવી હરકતો ન કરવી જોઈએ. આવું ન કરો. નહીં તો તમે નાચવા લાગશો.’ રાઘવ ચઢ્ઢાના ઈશારા સામે વાંધો ઉઠાવતા રાજ્યસભાના અધ્યક્ષ ધનખરે કહ્યું, ‘હવે સમય આવી ગયો છે કે તમે શીખવાનું શરૂ કરો. મિસ્ટર ચઢ્ઢા, તમારે તમારો પોઈન્ટ ઓફ ઓર્ડર વધારવા માટે આવું કરવાની જરૂર નથી. તમારી જીભનો ઉપયોગ કરો.

રાજ્યસભામાં લગાવી રાઘવને ફટકાર
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે રાઘવ ચઢ્ઢાને ફટકાર લગાવતા કહ્યું, ‘તમે એકલા એવા વ્યક્તિ છો જે તેની સજા ભોગવી રહ્યા છે. તમે તમારી સજા પૂરી કરી છે. તમારું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે. તમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ ગૃહ દ્વારા તમને સજા સંભળાવવામાં આવી છે.’ રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયા પછી અને નિયમિત રીતે વિવિધ અહેવાલો રજૂ થયા પછી, વિપક્ષી સભ્યોએ સંસદની સુરક્ષા ક્ષતિના મામલામાં ચર્ચાની માંગ કરવાનું શરૂ કર્યું. રાજ્યસભાના રોજિંદા કામકાજને સ્થગિત કરવા અને સુરક્ષામાં ખામી અંગે ચર્ચા કરવા માટે સભ્યો પાસેથી 23 નોટિસો મળી હતી.

આ પણ વાંચો : લોકસભા ચુંટણીને લઈ ભાજપની તૈયારીઓ શરુ, અન્ય પાર્ટીઓના છે આવા હાલ, શું છે ગુજરાતનો મિજાજ ?

વિપક્ષી સભ્યોએ હોબાળો શરૂ કર્યો
જો કે, અધ્યક્ષ જગદીપ ધનખરે આ માંગને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને તેને તેના તાર્કિક નિષ્કર્ષ પર લઈ જવામાં આવશે. તેના પર વિપક્ષી સભ્યોએ હોબાળો શરૂ કરી દીધો અને ગૃહમાં હંગામો મચી ગયો. જેના કારણે અધ્યક્ષે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયનને ગુરુવારે શિયાળુ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગઈકાલે 13 વિપક્ષી સભ્યોને તેમની ગેરવર્તણૂક બદલ લોકસભામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.