December 29, 2024

વાળને હેલ્દી અને સાઈની કરવા ઉપયોગ કરો ગુલાબ જળ

Beauty Tips: ગુલાબ જળનો ઉપયોગ સ્કિન કેરની સાથે વાળની સુંદરતા વધારવા માટે પણ થાય છે. જો તમે રોજ ગુલાબ જળ તમારા વાળમાં સ્પ્રે કરો છો તો તમારા વાળ વધારે સોફ્ટ અને સાઈન દેખાવા લાગે છે. આ ઉપરાંત જો તમે દરરોજ સ્કેલ પર ગુલાબ જળ લગાવો છો તો તમારી સ્કેલ હાઈડ્રેટ રહે છે. આ સાથે જ તમારા વાળને વધારે પોષણ મળે છે. માથાની સ્કેલ પર ગુલાબ જળથી મસાજ કરવાથી બ્લ્ડ સર્કુલેશનમાં વધારો થાય છે. જે તમારા હેર ગ્રોથને વધારામાં મદદરૂપ સાબિત થાય છે.

વાળમાં કેવી રીતે ગુલાબ જળ લગાવશો
નેચરલ રીતે વાળની સાઈન વધારવા માટે એલોવેરા જેલની સાથે ગુલાબ જળનો ઉપયોગ કરી શકો છો. જેના કારણે તમારા વાળ લાંબા સમય સુધી હાઈડ્રેટેડ રહે છે. ગુલાબ જળ અને એલોવેરા જેલને મિક્ષ કરીને વાળમાં લગાવાથી વાળ લાંબા સમય સુધી સોફ્ટ રહે છે. આ સાથે સુરજના હાનિકારક કિરણોથી બચવામાં મદદ મળે છે. એક કટોરીમાં ફ્રેશ એલોવેરા જેલને કાઠો તેમાં 5 ચમચી ગુલાબ જળને મિક્ષ કરો. હવે આ પેકને વાળના સ્કેલ પર લગાવો. 2 કલાક બાદ તેને ધોઈ નાખો. હવે કોઈ માઈલ્ડ સેમ્પુથી માથું ધોઈ નાખો. હવે તમારા વાળ વધારે સોફ્ટ અને સાઈની થઈ ગયા હશે. આ સાથે બે મોઢા વાળા વાળની સમસ્યાથી પણ રાહત મળશે.

મુલ્તાની માટી અને ગુલાબ જળ
વાળના ગ્રોથને વધારવા માટે ગુલાબ જળ અને મુલ્તાની માટીને લગાવવાથી સીબમના પ્રોડક્શનને વધારી શકે છે. ગરમીની ઋતુમાં પસીનાના કારણે વાળ ચિકણા થઈ જાય છે. મુલ્તાની માટી અને ગુલાબ જળને મિક્સ કરીને લગાવવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે. એક કટોરીમાં 1થી 2 ચમચી તમારા વાળા ગ્રોથ મુજબ મુલ્તાની માટી લેવી. હવે તેમાં ગુલાબ જળ મિક્ષ કરીને એક પેક તૈયાર કરવો. આ પેક થોડું ઘાટું રાખવું. માથામાં મહેંદી લગાવતા હો એ રીતે આ પેકને લગાવી લેવો. જેવું સુકાઈ જાય એ સાથે તેને સાદા પાણીથી ધોઈને માઈલ્ડ શેમ્પુથી વાળને ધોઈ નાખવા. હેલ્દી અને સાઈની હેર માટે અઠવાડિયામાં બે વખત આ પેકને વાળમાં જરૂર લગાવવું. જેનાથી તમને ફાયદો જરૂર મળશે.