January 16, 2025

PM મોદી અમેરિકા પહોંચે તે પહેલા વ્હાઇટ હાઉસમાં ખાલિસ્તાની સમર્થકોની એન્ટ્રી

PM Modi US Visit: ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે અમેરિકા પહોંચવાના છે. પીએમ મોદીના અમેરિકા આગમનના ગણતરીના કલાકો પહેલા જ વ્હાઇટ હાઉસે ખાલિસ્તાન આંદોલનનું સમર્થન કરતા શીખોના એક સમૂહ સાથે મુલાકાત કરી. આ દરમિયાન, વ્હાઇટ હાઉસે તેમને “આપણી ધરતી પર કોઈપણ આંતરરાષ્ટ્રીય હુમલાથી રક્ષણ”ની ખાતરી આપી.

વ્હાઇટ હાઉસે કહ્યું કે તેઓ અમેરિકન નાગરિકોને દેશની સરહદોની અંદર કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવવા માટે તેમની સાથે છે. આ ઘટનાક્રમ એવી ચિંતાઓ વચ્ચે સામે આવ્યો છે જ્યારે કેનેડા અને અમેરિકા ખાલિસ્તાની અલગાવવાદીઓને શરણ આપી રહ્યું છે.

આ પણ વાંચો: હિંદ મહાસાગરમાં લડાયક ક્ષમતા વધારશે ભારતીય નૌસેના, ટોચના કમાન્ડર્સનો મોટો નિર્ણય

ખાલિસ્તાન આંદોલન સાથે સંકળાયેલા જૂથો ભારતમાં પ્રતિબંધિત
વાસ્તવમાં, ભારતમાં ખાલિસ્તાન ચળવળ સાથે સંકળાયેલા જૂથો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાંના ઘણા સંગઠનોએ છેલ્લા કેટલાક દાયકાઓમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપ્યો છે. જ્યારે અમેરિકાએ આવા તત્વોને “આશ્રય” આપવા અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી. તો, કેનેડાએ તેને તેની “અભિવ્યક્તિની સ્વતંત્રતા” ગણાવી છે.