January 18, 2025

PAK vs USA: ભારતીય ખેલાડીઓએ અમેરિકન ટીમમાંથી પાકિસ્તાનને આપી ‘હાર’

USA vs PAK: T20 વર્લ્ડ કપ 2024 નો સૌથી મોટો અપસેટ યુએસએની ટીમ દ્વારા ગઈ કાલના હાંસલ કરવામાં આવ્યો હતો. ડલાસના સ્ટેડિયમમાં પાકિસ્તાનના ખેલાડીઓને અમેરિકાની ટીમમાંથી મૂળ ભારતીય ખેલાડીઓ સામે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ભારતીય ખેલાડીઓ
મોહમ્મદ આમિરે સુપર ઓવરમાં દિશાહીન બોલિંગ કરી અને સાત વાઈડ સહિત 18 રન આપ્યા હતા. સૌરભ નેત્રાવલકરે ICC T20 ના ગ્રુપ Aમાં અમેરિકાને ખૂબ જ રોમાંચક મેચ રમી હતી. મોનાંકે પાકિસ્તાન સામે 38 બોલમાં 50 રનની અડધી ફટકારી હતી. સાત ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે મોનાંક ગુજરાતના આણંદના છે. 2016 માં અમેરિકામાં તે સ્થાયી થયો હતો. તે 2018 વર્લ્ડ T20 અમેરિકા ક્વોલિફાયરમાં છ ઇનિંગ્સમાં 208 રન સાથે ટોપ સ્કોરર હતો અને 2019માં તેણે T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું.

યુએસએના ખેલાડીઓની વાત કરવામાં આવે તો મોનાંક પટેલ (કેપ્ટન), એરોન જોન્સ (વાઈસ-કેપ્ટન), એન્ડ્રીસ ગૌસ, હરમીત સિંઘ, કોરી એન્ડરસન, અલી ખાન, જેસી સિંઘ, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, નીતિશ કુમાર, નોશ્તુશ કેંજીગે, સૌરભ નેત્રાલવકર, શેડલી વાન શાકવિક, સ્ટીવન ટેલર અને શયાન જહાંગીર છે.

આ પણ વાંચો: T20 World Cup 2024માં બન્યા આ 3 રેકોર્ડ

યુએસએને જીત અપાવી
19 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે પાકિસ્તાન તરફથી ઇફ્તિખાર અહેમદ અને ફખર જમાનને સુપર ઓવરમાં બેટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે અમેરિકા વતી બોલિંગની જવાબદારી સૌરભ નેત્રાવલકરને સોંપવામાં આવી હતી. પાકિસ્તાનને અમેરિકાની ટીમમાંથી મૂળ ભારતીય ખેલાડીઓ સામે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આગામી બોલ વાઈડ જતાં પાકિસ્તાનનો સ્કોર 5 રન સુધી પહોંચ્યો હતો. પાકિસ્તાનની ટીમને છેલ્લા 3 બોલ પર કુલ 14 રનની જરૂર હતી. પાકિસ્તાનને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.