December 26, 2024

વધુ એક અભિનેત્રીનું લગ્નજીવન થશે વેરવિખેર, 8 વર્ષ બાદ પતિથી થશે અલગ!

Mumbai: 90ના દાયકાની સૌથી સુંદર અને પ્રતિભાશાળી કલાકારોમાંની એક ઉર્મિલા માતોંડકર પોતાની અંગત જિંદગીના કારણે ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓએ તેમના આઠ વર્ષના લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. એક રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે કે તે તેના પતિ મોહસીન અખ્તર મીર સાથે છૂટાછેડા લેવા જઈ રહી છે. આ માટે તેણે છૂટાછેડાની અરજી પણ કરી છે. રિપોર્ટ્સમાં મુંબઈ કોર્ટના એક સૂત્રને અનુસાર કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીએ લગભગ ચાર મહિના પહેલા કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. અન્ય એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પતિ-પત્ની પરસ્પર શરતો પર અલગ થઈ રહ્યાં નથી.

સૂત્રના દાવા મુજબ ઉર્મિલાએ મોહસીન સાથેના લગ્નનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. તેણે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. જો કે, બંને શા માટે અલગ થઈ રહ્યા છે તેનું કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ છૂટાછેડા પરસ્પર સહમતિથી નથી થઈ રહ્યા.

નોંધનીય છે કે ઉર્મિલા અને કાશ્મીરી બિઝનેસમેન અને મોડલ મોહસિને આઠ વર્ષ પહેલા અચાનક જ સાદગી સાથે લગ્ન કરીને લોકોને ચોંકાવી દીધા હતા. આ લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. તેઓ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા મળ્યા હતા અને 4 ફેબ્રુઆરી, 2016 ના રોજ લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: ‘રોમિયો-જુલિયટ જેવી છે અમારી લવસ્ટોરી’, સુકેશ ચંદ્રશેખરે જેકલીનને જેલમાંથી લખ્યો લવ લેટર

બંનેની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. તેમ છતાં તેમણે તેમના સંબંધોને મજબૂત રાખ્યા. હવે તેમના છૂટાછેડાના સમાચારે ઘણા લોકોને ચોંકાવી દીધા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઉર્મિલા લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. વર્ષ 2014માં તે મરાઠી ફિલ્મ અજુબામાં જોવા મળી હતી.