May 21, 2024

યુપી પોલીસ પરીક્ષાનું પેપર લીક મામલે રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા વિદ્યાર્થીઓ

લખનૌઃ આજે કેટલાક વિદ્યાર્થીઓ યુપી પોલીસ પરીક્ષાનું પેપર લીક થવાની ફરિયાદ સાથે રાહુલ ગાંધીને મળવા ગયા હતા. આ મામલે રાહુલ ગાંધીએ સોશિયલ મિડીયા પોસ્ટ પર જણાવ્યું કે લીક થયેલા પેપરથી 50 લાખથી વધુ મહેનતુ ઉમેદવારોની વર્ષોની મહેનત પર પાણી ફરી ગયું છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રયાગરાજના નાનકડા ઓરડાઓમાં જ્યાં આશાની રોશનીમાં મોટા મોટા સપના જોવા મળતા હતી તે હવે નિરાશાના અંધકારમાં છે.

સરકારી તંત્ર અને નકલ કરનારા માફિયાઓની મિલીભગતને કારણે યુપીમાં અસંખ્ય યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ યુપી સરકાર પર પ્રહાર કર્યાં હતા. વધુમાં કહ્યું ડબલ એન્જિનવાળી અહંકારી સત્તા એટલી સંવેદનશીલ છે કે તૂટેલા સપનાની વાત પણ સાંભળવા તૈયાર નથી. રાહુલે પોસ્ટમાં વધુ કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે થયેલા આ અન્યાય સામે ન્યાય માટેની આ લડાઈમાં હું વિદ્યાર્થીઓની સાથે છું. જાગો, જાગો અને તમારા ભવિષ્યનું રક્ષણ કરો.