Loksabha Election Result 2024: UPમાં પંજો… Amethi, Raebareli જ નહીં, UPની આ 7 સીટ પર કોંગ્રેસે આપ્યો BJPને ઝટકો
Loksabha Election 2024: ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો માટે રૂઝાન આવવાના શરૂ થઇ ગયા છે. આ રૂઝાનમાં કોંગ્રેસ યુપીમાં સારું પ્રદર્શન કરી રહી છે. છેલ્લી ઘણી ચૂંટણીઓમાં તે બે આંકડા સુધી પહોંચવા માટે રાહ જોઇ રહી હતી ત્યારે આ વખતે અત્યાર સુધીમાં તેઓ 7 સીટો પર સારી લીડ જાળવી રહ્યા છે.
અત્યાર સુધીના આંકડાઓ અનુસાર સમાજવાદી પાર્ટી 35 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 35 સીટો પર આગળ છે. સપા અને ભાજપ વચ્ચે ગાઢ મુકાબલો છે. હવે વાત કરીએ કોંગ્રેસ પાર્ટી કઈ 7 સીટો પર આગળ છે. કોંગ્રેસ સહારનપુર, અમરોહા, સીતાપુર, રાયબરેલી, અમેઠી, અલ્હાબાદ અને બારાબંકી સીટ પર આગળ ચાલી રહી છે.
ઇમરાન મસૂદ સહારનપુરમાં, કુંવર દાનિશ અલી અમરોહામાં, રાકેશ રાઠોડ સીતાપુરમાં, રાહુલ ગાંધી રાયબરેલીમાં, કિશોરી લાલ અમેઠીમાં, ઉજ્જવલ રમણ સિંહ અલ્હાબાદમાં અને તનુજ પુનિયા બારાબંકી સીટ પર આગળ ચાલી રહ્યા છે.
આ પણ વાંચો: Loksabhaનું પરિણામ આવતાંની સાથે સોશિયલ મીડિયા પર મીમ્સનો મારો શરૂ
કોણ કેટલા મતોથી આગળ?
ઇમરાન મસૂદ સહારનપુરમાં 70,000 વોટથી આગળ છે. અમરોહામાં કુંવર દાનિશ અલી 6000 વોટથી આગળ છે. સીતાપુરમાં રાકેશ રાઠોડ 79,000 વોટથી આગળ છે. રાયબરેલીમાં રાહુલ ગાંધી 2 લાખ મતોથી આગળ છે. અમેઠીમાં કિશોરી લાલ 62,000 મતોથી આગળ છે. અલ્હાબાદમાં ઉજ્જવલ રમણ સિંહ 27,000 વોટથી આગળ છે. બારાબંકી સીટ પર તનુજ પુનિયા 1 લાખ 18,000 વોટથી આગળ છે.
રાયબરેલી સીટની વાત કરીએ તો અહીં ભાજપે રાહુલ ગાંધી સામે દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ યોગી સરકારમાં મંત્રી પણ છે. 2019ની ચૂંટણીમાં તેમને સોનિયા ગાંધીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે તેમને રાહુલ ગાંધી સાથે સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.