UP: વોટિંગ દરમિયાન બુરખાને લઈને અથડામણ, ID ચેક કરી રહેલા 2 અધિકારીઓ સસ્પેન્ડ
UP By Election 2024 Voting Update: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના મતદાન વચ્ચે 4 રાજ્યોની 15 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન યુપીમાં પેટાચૂંટણી વચ્ચે બબાલના સમાચાર સામે આવી રહ્યા છે. બુરખાને લઈને ભાજપ અને સપા સામસામે આવી ગયા છે. ભાજપે બુરખાને લઈને ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. ભાજપે કહ્યું કે, ઓળખ વિના કરાયેલું મતદાન નકલી છે. ભાજપે આ મામલે ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માંગ કરી છે.
अगर निर्वाचन आयोग का कोई जीता-जागता अस्तित्व है तो वो जीवंत होकर, प्रशासन के द्वारा वोटिंग को हतोत्साहित करने के लिए तुरंत सुनिश्चित करे:
– लोगों की आईडी पुलिस चेक न करे।
– रास्ते बंद न किये जाएं।
– वोटर्स के आईडी ज़ब्त न किये जाएं।
– असली आईडी को नक़ली आईडी बताकर जेल… pic.twitter.com/4Qddtlgc19— Akhilesh Yadav (@yadavakhilesh) November 20, 2024
સપાની ફરિયાદ પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી અને બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા. અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ હારથી ડરે છે. તેઓ પોતે જ ગડબડ કરી રહ્યાં છે. મને આશા છે કે ચૂંટણી પંચ અપ્રમાણિક અધિકારીઓ સામે પગલાં લેશે. તેણે પોતાના કાર્યકરોને ગેરરીતિઓનો વીડિયો બનાવવા કહ્યું છે. અખિલેશે કહ્યું કે જે અધિકારી આવું કરશે તેની નોકરી, પગાર, પેન્શન, પીએફ અને સન્માન ગુમાવશે.
પોલીસ આઈડી ચેક ન કરી શકે
સપાએ ચૂંટણી પંચને પત્ર લખીને કહ્યું છે કે બુરખો પહેરીને મતદાન કરનારી મહિલાઓને તપાસના નામે હેરાન કરવામાં ન આવે. અખિલેશે કહ્યું કે પોલીસ મતદારોના આઈડી ચેક કરી શકતી નથી. અખિલેશ યાદવે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે જો ચૂંટણી પંચ જીવંત સંસ્થા છે તો વહીવટીતંત્રે જીવંત બનીને તાત્કાલિક પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે પોલીસે લોકોના આઈડી ચેક ન કરવા જોઈએ. રસ્તાઓ બંધ ન કરવા જોઈએ. મતદારોના આઈડી જપ્ત ન કરવા જોઈએ.