January 17, 2025

હવે સપનું યાદ નહીં કરવું પડે, ઓટોમેટિક રેકોર્ડ થશે

Unique Device: લોકોને સપના તો આવે છે પરંતુ એવા સપના વધારે આવે છે કે જે આંખ ખુલતાની સાથે ભૂલાઈ જાઈ છે. પરંતુ હવે તમે તમારા સપનાને પણ રેકોર્ડ કરી શકો છો. આ સાંભળીને તમને નવું ચોક્કસ લાગ્યું હશે પરંતુ આ શક્ય બની શકે છે. એક માહિતી પ્રમાણે જ્ઞાનિકોએ એક એવું ઉપકરણ તૈયાર કર્યું છે જે સપનાને રેકોર્ડ કરી શકે છે. જ્યારે પણ તમે ઈચ્છો ત્યારે ફરીથી તમે તેને જોઈ શકો છો. આ થોડા જ દિવસમાં શક્ય બની શકે છે. જેના થકી તમારા સપના થશે પ્લેબેક.

સંશોધનમાં આશ્ચર્યજનક પરિણામો
ક્યોટો, જાપાન સ્થિત એટીઆર કોમ્પ્યુટેશનલ ન્યુરોસાયન્સ લેબોરેટરીઝે એક અભ્યાસ કર્યો છે. જેમાં પ્રોફેસર યુકિયાસુ કામિતાનીની અધ્યક્ષતામાં હાથ ધરાયેલા આ અભ્યાસમાં ફંક્શનલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (fMRI)ની મદદથી ન્યુરલ એક્ટિવિટી નોંધવામાં આવી છે. આ સમયે આમાં ભાગ લેનાર એક વ્યક્તિસ્લીપ નામની સ્થિતિમાં પહોંચી ગયો હતો. આ પછી તેને સપના વિશે પુછવામાં આવ્યું. ત્યારે ઉપકરણ દ્વારા રેકોર્ડ કરવામાં આવેલી માહિતી 60 ટકા વખત સાચી હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો: iPhone 16 સિરીઝમાં થશે આ પાંચ મોટા ફેરફાર

ટ્રેક કરવામાં અમને સફળતા મળી
પ્રોફેસર યુકિયાસુ કામિતાનીએ માહિતી આપતા જણાવ્યું કે અમને આ અભ્યાસ કરતા મગજની ગતિવિધિઓને ટ્રેક કરવામાં સફળતા મળી છે. ટેક્નોલોજીની મદદથી મગજમાં ચાલી રહેલી ઘણી ગતિને જાણી શકાય છે. તેમણે દાવો કર્યો છે કે , આ ઉપકરણ માનવ મગજની ગતિવિધિઓને સમજવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. આ એવો અનુભવ રહ્યો છે કે જેમાં સપનાઓને વાંચવા માટે મશીન આટલું નજીક પહોંયી ગયું છે. મહત્વની વાત એ છે કે આ ટેક્નોલોજી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકોની તપાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.