December 27, 2024

અમિત શાહનો 6 વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો, જનમેદની ઉમટી

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિજય શંખનાદ રોડ શો યોજાયો છે. ગાંધીનગર લોકસભાની 6 વિધાનસભામાં રોડ શોનું આયોજન કરી દેવામાં આવ્યું છે. સાણંદ APMCથી નળ સરોવર ચોક સુધી રોડ શો યોજાવવાનો છે. આ રોડ શોમાં હજારો લોકો જોડાયા છે.

14 કિમીના રોડ શો માટે માઈક્રો લેવલનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. રોડ શો માટે વિધાનસભાઓમાં બુથ સ્તરથી લઈ સોસાયટીઓ સુધીનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. રોડ શોના કયા પોઈન્ટો પર કેટલા લોકો ઉભા રહેશે એ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 4 દિવસથી સતત રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડ શોમાં લોકો અને કાર્યકર્તાઓની હાજરી માટે વિધાનસભાના ધારાસભ્યોએ જવાબદારી લીધી છે.

6 વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થનારા રોડ શોમાં અંદાજિત 5 લાખ જેટલા લોકોનો સંપર્ક કરવામાં આવશે. આવતીકાલે સવારે 9 વાગ્યે સાણંદથી રોડ શોનો પ્રારંભ થશે. સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો યોજવામાં આવશે. રોડ શોના સમાપનના અંતે અમિત શાહ વેજલપુરમાં વિશાળ જનસભાને સંબોધન કરશે.