November 8, 2024

લેબ ટેસ્ટ માટે પૂના જવાની હવે જરૂર નહિ પડે: રાજકોટથી બોલ્યા કેન્દ્રીય આરોગ્ય મંત્રી નડ્ડા

રાજકોટ: આજે રાજકોટ ખાતે નવી બની રહેલી એઇમ્સ હોસ્પિટલ ખાતે નવ નિર્મિત લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. લેબોરેટરીના ઉદ્ઘાટન બાદ જેપી નડ્ડા દ્વારા પત્રકારો સાથે વાત કરવામાં આવી હતી. જેમાં નડ્ડાએ કોંગ્રેસ પર પ્રહારો કરતાં એઇમ્સ હોસ્પિટલ અને નવનિર્મિત લેબ રાજકોટ અને ગુજરાતની જનતા માટે લાભદાયક બની રહેશે તેમ જણાવ્યું હતું.

રાજકોટ એઇમ્સ ખાતે નવનિર્મિત લેબનું ઉદ્ઘાટન કરવા આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ ઉદ્ઘાટન બાદ પત્રકારો સાથે વાત કરી હતી. નડ્ડાએ જણાવ્યું, ‘આજે લેબની ઉદ્ઘાટન કરવાનો મને મોકો મળ્યો તેને લઈને ખુશ છું. પહેલા દર્દીઓને પુના જવું પડતું હતું, હવે અહીં લેબોરેટરી થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય લોકોને સારી સારવાર મળે તેવા પ્રયાસો પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ પર પ્રહારો કરતાં કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે 1960 1958 સુધી કોંગ્રેસના સમયમાં એક જ AIIMS હતી. કેન્દ્રની મોદી સરકારે ગુજરાતના લોકોને AIIMSની મોટી ભેટ આપી છે . AIIMSની કાર્ય પદ્ધતિથી સંતુષ્ટ છું. તો સાથે સાથે મીડિયાને પણ સહયોગ આપવા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ અપીલ કરી હતી. ચાંદીપુરા વાયરસને લઈને પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ચાંદીપુરાને લઈને વિજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે અને રસી બનાવવા માટે રાતદિવસ કામ કરી રહ્યા છે.