December 24, 2024

Union Budget 2024: અંતરીક્ષ ક્ષેત્રે વધશે ભારતની તાકાત, 10 વર્ષમાં 5 ગણી થશે સ્પેસ ઈકોનોમી

Union Budget 2024: કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું. આ બજેટમાં નાણામંત્રીએ ભારતીય સ્પેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે પોતાના બજેટમાં 1000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. નાણામંત્રીએ કહ્યું કે આગામી 10 વર્ષમાં સ્પેસ ઈકોનોમી 5 ગણી વૃદ્ધિ પામશે. આ એક વેન્ચર કેપિટલ ફંડ છે. તેના દ્વારા સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરવામાં આવશે. સ્પેસ સેક્ટરના નિષ્ણાતોનું કહેવું છે કે ભારતીય અવકાશ અર્થતંત્ર હાલમાં 8.4 અબજ ડોલર એટલે કે 70 હજાર કરોડ રૂપિયાથી વધુનું છે. આગામી દાયકામાં તે રૂ. 3.68 લાખ કરોડને વટાવી જશે. એટલે કે વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારતનો હિસ્સો 2 ટકાથી વધીને 8 ટકા થશે.

READ MORE: Union Budget 2024: નાણામંત્રીની આ જાહેરાત સુરતના હીરા ઉદ્યોગ માટે બનશે આશીર્વાદ

અંતરીક્ષ આધારિત ઈકોનોમીને મળશે પ્રોત્સાહન
નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના સાતમા બજેટમાં સ્પેસ ઈકોનોમી માટે રૂ. 1,000 કરોડના બૂસ્ટરની જાહેરાત કરી. એટલે કે સ્પેસ સંબંધિત રિસર્ચ, ઓપરેશન્સ અને મિશન વગેરે માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1000 કરોડની વધારાની રકમ આપવામાં આવશે. નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી દસ વર્ષમાં સ્પેસ ઈકોનોમી પાંચ ગણી વધારવાનો પ્રયાસ છે. તેથી આ ક્ષેત્ર માટે આ રકમની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ભારતીય સ્પેસ ઈકોનોમી માટે રૂ. 1000 કરોડનું વેન્ચર કેપિટલ ફંડ શરૂ કરશે. આ નોંધપાત્ર રોકાણનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં નવા સ્ટાર્ટઅપ અને સંશોધન પહેલને સપોર્ટ કરીને સ્પેસ ઈકોનોમીમાં વૃદ્ધિને વેગ આપવાનો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની આ જાહેરાત બાદ સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

READ MORE: Union Budget 2024: બજેટમાં મધ્યમ વર્ગ માટે જાણો શું થયું સસ્તું?

સ્પેસ ઈકોનોમી ધ્યાન કેન્દ્રિત કરી રહી છે મોદી સરકાર
અવકાશ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી સ્પેસ ઈકોનોમી પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દર વર્ષે સરકાર ઘણા મોટા પ્રોજેક્ટ માટે જંગી રકમ ફાળવે છે, જેથી અવકાશ ક્ષેત્રને પ્રોત્સાહન મળી શકે. નાણામંત્રીની આ જાહેરાત ખાનગી સ્પેસ કંપનીઓને આગળ વધવામાં મદદ કરશે. તેમજ નવા ખેલાડીઓ પણ મેદાનમાં આવશે. ખાનગી સ્પેસ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને આ ફંડથી ઘણો ફાયદો થશે. આ તેમને પ્રોત્સાહિત કરશે. એટલું જ નહીં વૈશ્વિક અંતરિક્ષ બજારમાં ભારતની તાકાત વધુ વધશે. ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ અને કંપનીઓ જ્યારે પોતાના ટેસ્ટિંગ અને પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક કરશે, તો આખી દુનિયામાં ભારતનું નામ થશે. તેનાથી ભારતમાં વિદેશી રોકાણ આવશે. જો આને ફંડિંગ અને એફડીઆઈ સાથે જોડવામાં આવે તો ભારતના સ્પેસ ઈન્ડસ્ટ્રીને ઘણો માઈલેજ મળશે.