અંડરવર્લ્ડ ડોન છોટા રાજન AIIMSમાં કરાયો દાખલ
Chhota Rajan: અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. તેને દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજન જે જગ્યા પર દાખલ છે તે જગ્યા પર દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે.
આ પણ વાંચો: ઉત્તરાયણના દિવસે ઠંડી હશે કે નહીં? હવામાન વિભાગે કરી આગાહી
અંડરવર્લ્ડ ડોન છોટા રાજન દાખલ
અંડરવર્લ્ડ ડોન અને ગેંગસ્ટર છોટા રાજનને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ હતી. આ પછી તેને દિલ્હીની AIIMSમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં રાજન દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. દિલ્હી પોલીસે AIIMSની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી દીધી છે. તમને જણાવી દઈએ કે 25 ઓક્ટોબર 2015ના રોજ તેને ઈન્ડોનેશિયાના બાલી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને ભારત લાવવામાં આવ્યો હતો