February 25, 2025

સાઉથ કોરિયામાં પુલ ધરાશાયી, 3 લોકોના મોત; Video વાયરલ

South Korea: સાઉથ કોરિયામાંથી પુલ તૂટી પડવાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. 

મળતી માહિતી અનુસાર દક્ષિણ કોરિયામાં મંગળવારે એક એક્સપ્રેસવે બાંધકામ સ્થળ પર પુલ તૂટી પડતાં 3 લોકોના મોત થયા હતા અને પાંચ લોકો ઘાયલ થયા હતા એવું અધિકારીઓએ જણાવ્યું હતું. સ્થાનિક મીડિયાએ પુલ તૂટી પડવાના ફૂટેજ પણ જાહેર કર્યા છે, જેમાં પુલનો એક ભાગ તૂટી પડતો જોવા મળે છે.

વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાના પણ અહેવાલ છે. તેમને બહાર કાઢવા માટે હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. દક્ષિણ કોરિયાના ગૃહમંત્રીએ જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત હવે સામાન્ય છે.

આ પણ વાંચો: 48 કલાક બાદ વાતાવરણમાં થશે ફેરફાર, દિલ્હી-NCRમાં વરસાદની આગાહી; ઉત્તરપ્રદેશમાં વધી શકે છે ઠંડી