SL vs AFG: આ કાકા-ભત્રીજાની જોડીએ તો ક્રિકેટમાં ધૂમ મચાવી દીધી
SL vs AFG: હાલમાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક સાથે 3 ટેસ્ટ મેચો રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમી રહી છે. બીજી તરફ ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકા સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમી રહી છે. પરંતુ આ મેચમાં કાકા-ભત્રીજાની જોડીએ અફલાતૂન પ્રદર્શન કર્યું છે.
કાકા-ભત્રીજાની જોડીનો ઘમાલ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાઈઓની જોડી ઓછી જોવા મળે છે. તેમાં પણ કાકા-ભત્રીજાની જોડી તો ભાગ્યે જ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન તરફથી શ્રીલંકા સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં ચાર ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે. જેમાં નૂલ અલી ઝદરાનનું નામ પણ સામેલ છે. તેની ઉંમર 35 વર્ષની છે. ટીમમાં રહેલા ઇબ્રાહિમ ઝદરાન નૂર અલીનો ભત્રીજો છે. મહત્વની વાત એ છે કે આ મેચની શરૂઆત પહેલા ઈબ્રાહિમ ઝદરાને તેના કાકા નૂલ અલી ઝદરાનને ટેસ્ટ ડેબ્યૂ કેપ સોંપવામાં આવી હતી.
આ પણ વાચો: IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો
રનની ભાગીદારી થઈ
શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે કોલંબોના સિંહાલી સ્પોર્ટ્સ ક્લબમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં નૂલ અલી ઝદરાન અને ઈબ્રાહિમ ઝદરાનને આ મેચમાં ઓપનર તરીકે રમવાની તક મળી હતી. પરંતુ કાકા-ભત્રીજાની જોડીએ પ્રથમ ઈનિંગમાં કંઈ ખાસ બતાવી શકી ના હતી. બીજી ઈનિંગ રમવામાં આવી ત્યારે બંને વચ્ચે 106 રનની ભાગીદારી થઈ હતી. ઇબ્રાહિમ ઝદરાન મેચના ત્રીજા દિવસે 101 રન બનાવ્યા હતા. તો નૂર અલી 47 રન બનાવીને આઉટ થયો હતો. શ્રીલંકાએ પ્રથમ દાવમાં 439 રન બનાવ્યા હતા. જોકે, અફઘાનિસ્તાને બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી અને 1 વિકેટના નુકસાને 199 રન બનાવ્યા હતા. પરંતુ તે હજુ પણ શ્રીલંકાથી 42 રન પાછળ છે.
આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે
યશસ્વી જયસ્વાલની બેવડી સદી
યશસ્વી જયસ્વાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં બેવડી સદી ફટકારી છે. આ સાથે તેણે રેકોર્ડ બનાવ્યા છે. આ મેચમાં તેણે કુલ 209 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે જ ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 396 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી. તમને જણાવી દઈએ કે જયસ્વાલે આ મેચમાં પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી.