April 3, 2025

ACBની ટ્રેપમાં લાંચિયો અનાર્મ હેડ કોન્સ્ટેબલ ઝડપાયો, દારૂના કેસની ધમકી આપી માગી લાંચ

મિહિર સોલંકી, અમદાવાદ: નારોલ પોલીસ સ્ટેશનમાં કામ કરતો અનાર્મ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે. વનરાજસિંહ વલકુભાઈ વાળા રૂપિયા 1500ની લાંચ લેતા ઝડપાયો હતો. દારૂના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાંચ માગી હતી. ફરીયાદી પહેલા દારૂનો ધંધો કરતાં અને છેલ્લા ચારેક માસથી ફરીયાદીએ દારૂનો ધંધો બંધ કરી દીધો હતો. આરોપી ફરીયાદી પાસે રૂ. 2500ની માંગણી કરી હતી.

આરોપીએ ફરીયાદી પાસેથી હજાર રૂપિયા લઈ લીધેલ અને બાકી રૂ.1500 આજે આપવાનો વાયદો કર્યો હતો. ACBએ ટ્રેપ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ACBએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.