December 23, 2024

શું શરૂ થશે ત્રીજું વિશ્વ યુદ્ધ?

Ukraine Russia War: યુક્રેન રશિયા પર અમેરિકા તરફથી મળેલી ATACMS મિસાઈલ ફાયર કરીને ત્રીજા વિશ્વ યુદ્ધની ઘંટડી વગાડી છે. પુતિને પહેલેથી ચેતવણી આપી ચૂક્યા છે કે જો કિવ કોઈ પણ આ પ્રકારના હથિયારનો ઉપયોગ કરશે તો તેના માટે તેને ભારે કિંમત ચૂકવવાનો વારો આવી શકે છે.

ATACMSનો ઉપયોગ કર્યો
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેને પશ્ચિમી બ્રાયન્સ્ક ક્ષેત્રમાં લશ્કરી સુવિધા પર હુમલો કરવા માટે ATACMS મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. કિવ દ્વારા આ શસ્ત્રોના મર્યાદિત ઉપયોગના જવાબમાં આ પહેલો હુમલો છે. યુક્રેનના જનરલ સ્ટાફે હુમલાની પુષ્ટિ કરી હતી. રક્ષણ મંત્રાલયે જણાવ્યું નથી કે કયા પ્રકારની મિસાઇલનો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના દળોએ પાંચ મિસાઈલોને તોડી પાડી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં આવશે ભારત

યુક્રેનની સેના સામે લડવાનું શરૂ
થોડા સમય પહેલા જ બિડેને યુક્રેનને રશિયા પર હુમલો કરવા માટે લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવાની લીલી ઝંડી આપી હતી. એક મીડિયાની માહિતી પ્રમાણે સિયોલ અને વોશિંગ્ટન બંને દાવો કરી રહ્યા છે કે રશિયાની પશ્ચિમી સરહદ પર તૈનાત ઉત્તર કોરિયાના સૈનિકોએ યુક્રેનની સેના સામે લડવાનું શરૂ કરી દીધું છે. બિડેને આ નિર્ણય એવા સમયે લીધો છે કે જે સમયે તેઓ વ્હાઇટ હાઉસ છોડશે. ટ્રમ્પ આ નિર્ણયમાં ફેરફાર કરશે કે ચાલુ રાખશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે.