January 26, 2025

ચાર પ્રકારના હોય છે આધાર કાર્ડ, તમારી પાસે કયા ફોર્મેટનું Aadhaar છે?

UIDAI તરફથી 4 પ્રકારના આધાર કાર્ડ જારી કરવામાં આવે છે.

Aadhaar Card Update: ભારતમાં આધાર કાર્ડ કોઇપણ વ્યક્તિની ઓળખનું સચોટ પ્રમાણ છે. તમે ઈચ્છો તો બેંક એકાઉન્ટ ખોલાવવા માટે અથવા સિમકાર્ડ ખરીદવું હોય તો આધાર કાર્ડ વિના તમારૂ કામ થવું શક્ય નથી. આધારમાં નામ, જન્મતારીખ, મોબાઈલ નંબર, ફોટોગ્રાફ અને બાયોમેટ્રીક સહિતની તમામ જાણકારી હોય છે. આ તમામ વાતો સૌ કોઈ જાણે જ છે પરંતુ શું તમે જાણો છો કે UIDAI તરફથી 4 પ્રકારના આધાર કાર્ડ જારી કરવામાં આવે છે. તમામના ફિચર્સ અને ફાયદા અલગ-અલગ હોય છે અને આ તમામ કાર્ડ સંપૂર્ણ રીતે માન્ય હોય છે.

આધાર લેટર
ઇશ્યૂની તારીખ અને પ્રિન્ટની તારીખ સાથે સુરક્ષિત QR કોડ ધરાવતા કાગળ આધારિત લેમિનેટ પત્રને આધાર પત્ર કહેવામાં આવે છે. આ માટે કોઈ ફી ચૂકવવાની નથી હોતી. તે પોસ્ટ દ્વારા તમારા ઘરે મોકલવામાં આવે છે. જો તમારું અસલ આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અથવા ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે તો તમે નવું મેળવી શકો છો. આ સ્થિતિમાં UIDAIની સત્તાવાર વેબસાઈટ પરથી આધાર પત્ર ઓનલાઈન બદલી શકાય છે. આ માટે 50 રૂપિયા ચાર્જ આપવાનો હોય છે.

ઇ-આધાર (eAadhaar)
આધાર કાર્ડના ઈલેક્ટ્રોનિક વર્ઝનને ઈ-આધાર કહેવામાં આવે છે. તે પાસવર્ડથી સુરક્ષિત હોય છે. તે UIDAI દ્વારા ડિજિટલી હસ્તાક્ષરિત હોય છે. ઑફલાઇન વેરિફિકેશન માટે તેમાં સુરક્ષિત QR કોડ પણ હોય છે. તેને UIDAIની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે, આ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી. આને આધારની ફિઝિકલ કોપી તરીકે પણ માન્ય ગણવામાં આવે છે.

આ પણ વાંચો: 5-5 વર્ષના સમયગાળામાં કેટલી વખત કરાવી શકો છો PPF Extension? જાણો તમામ માહિતી

પીવીસી આધાર કાર્ડ (આધાર પીવીસી કાર્ડ)
પીવીસી આધાર કાર્ડ કોમ્પેક્ટ સાઈઝનું આધાર કાર્ડ છે. તેનું કદ એટીએમ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ જેવું જ છે અને તે એકદમ હલકું અને ટકાઉ છે. તેને પ્લાસ્ટિક આધાર કાર્ડ પણ કહેવામાં આવે છે. તેમાં ડિજિટલ QR કોડ, ફોટો અને વસ્તી વિષયક માહિતી શામેલ હોય છે. તમે આધાર નંબર, વર્ચ્યુઅલ આઈડી અથવા એનરોલમેન્ટ આઈડી દ્વારા uidai.gov.in અથવા Resident.uidai.gov.in પર જઈને તેને ડાઉનલોડ કરી શકો છો. આ માટે તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે.

mAadhaar
mAadhaar એ એક અધિકૃત મોબાઈલ એપ્લિકેશન (mAadhaar મોબાઈલ એપ) છે, જે UIDAI દ્વારા બનાવવામાં આવી છે. તે આધાર ધારકોને CIDR સાથે નોંધાયેલ તેમના આધાર રેકોર્ડને લઈ જવા માટે ઈન્ટરફેસ પ્રદાન કરે છે. તેમાં ઑફલાઇન ચકાસણી માટે સુરક્ષિત QR કોડ પણ છે. આ ફ્રીમાં પણ ડાઉનલોડ કરી શકાય છે. આને માન્ય ID તરીકે પણ ઓળખવામાં આવે છે.