December 26, 2024

OMG: ઓલિમ્પિક એથ્લેટને તેના બોયફ્રેન્ડે પેટ્રોલ નાખીને સળગાવી દીધી

Ugandan Olympian Rebecca Cheptegei Death: ઓલિમ્પિયન રેબેકા ચેપ્ટેગીનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. તે યુગાન્ડાની દોડવીર છે. એક રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે રેબેકા પર બીજા કોઈએ નહીં પરંતુ બોયફ્રેન્ડે પેટ્રોલ નાખીને સળગાવી દીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રેબેકા એટલી હદ સુધી દાઝી ગઈ હતી કે છેવટે તેનું મોત થયું હતું. આ વિશેની માહિતી ખુદ યુગાન્ડાની ઓલિમ્પિક સમિતિએ માહિતી આપી છે. રેબેકા એન્ડેબેસમાં રહેતી હતી.

હોસ્પિટલમાં કરાઈ દાખલ
એક રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે રેબેકાના બોયફ્રેન્ડે તેના પર પેટ્રોલ રેડીને તેને આગ લગાવી દીધી હતી. આ પછી તેને દવાખાને લઈ જવામાં આવી હતી પરંતુ આખરે તેનું મોત થઈ ગયું હતું. એક રિપોર્ટ પ્રમાણે તેના શરીરનો 75 ટકા ભાગ બળી ગયો હતો. જોકે આવું પહેલી વાર નથી થઈ રહ્યું કે કોઈ ખેલાડીની હત્યા થઈ હોય. રેબેકા પહેલા પણ મહિલા ખેલાડીઓની હત્યા થઈ ચૂકી છે.

આ પણ વાંચો: પેરિસમાં આજે આ ખેલાડીઓ પાસેથી મેડલની આશા, જાણો 9માં દિવસે ભારતનું શેડ્યૂલ

જમીન બાબતે વિવાદ
રેબેકાએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લીધો હતો. તે 44મા નંબરે હતી. એક રિપોર્ટ પ્રમાણે રેબેકા અને તેના બોયફ્રેન્ડ વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ ઘટના બાદ રેબેકાનો પરિવાર આઘાતમાં છે. આ બનાવ બનતાની સાથે પિતાએ ન્યાય માટે અપીલ કરી હતી. આ સાથે યુગાન્ડાના એથ્લેટિક્સ ફેડરેશને રેબેકાના મૃત્યુ બાદ શોક વ્યક્ત કર્યો છે. હાલ આ હત્યા કેસમાં મુતુઆના બોયફ્રેન્ડની શોધ ચાલી રહી છે.