વિદેશની ધરતી પર મોદી લહેર, PM મોદી માટે ભારતીયોએ રેલી યોજી
અમદાવાદઃ હાલ સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ત્યારે વિદેશમાં રહેતા ભારતીયો પણ ભારતની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. યુગાન્ડામાં રહેતા ભારતીયો દ્વારા ‘અબકી બાર 400 પાર’ના સૂત્ર સાથે વિદેશી ધરતી પર ભારતીયો દ્વારા નરેન્દ્ર મોદીના સમર્થનમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મૂળ ભારતના લોકો બાઈક, કાર તથા અન્ય વાહનો સાથે આ રેલીમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારત સહિત દેશ વિદેશમાં લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે. આ સાથે વિદેશમાં રહેતા ભારતીયો પણ ભારતમાં તેઓ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈ વિદેશમાં રહીને ભારતના વડાપ્રધાનને સપોર્ટ કરી રહ્યા છે.
યુગાન્ડામાં રહેતા ભારતીયો દ્વારા ‘અબકી બાર 400 પાર’ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે જ વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા ચૂંટણી અંગે લોકોને અચૂક મતદાન કરવા આહ્વાન કર્યું હતું અને સતત ત્રીજી વાર 400 પાર સીટો સાથે નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.