February 3, 2025

ઉદિત નારાયણ બાદ ગુરુ રંધાવાનો વીડિયો વાયરલ, સેલ્ફી લેતા સમયે ફેન્સે કરી કિસ

Udit Narayan: ઉદિત નારાયણ તેના એક વીડિયોના કારણે છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. આ વીડિયોમાં ઉદિત નારાયણ મહિલા ફેન્સને કિસ કરી રહ્યો હતો. આ પછી વધુ એક સિંગરનો વીડિયો વાયરલ થયો છે. પંજાબી સિંગર ગુરુ રંધાવાનો આ વીડિયો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ પણ વાંચો: આ વંદે ભારત ટ્રેનમાં માત્ર શાકાહારી ભોજન જ મળશે, કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?

ઉદિત નારાયણ બાદ ગુરુ રંધાવાનો વીડિયો ચર્ચામાં
ગુરુ રંધાવાનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે એક મહિલા ફેન સ્ટેજ પર જાય છે અને ગુરુ રંધાવાને એક ભેટ આપે છે અને તેને ગળે લગાવે છે. આ પછી આ ફેન સિંગરને ગાલ પર કિસ કરે છે. આ બાદ સિંગર આ ફેનથી અંતર રાખી લે છે. આ વીડિયો વાયરલ થતા લોકો કોમેન્ટ કરી રહ્યા છે ગુરુ રંધાવા પાસેથી ઉદિત નારાયણે કંઈક શિખવું જોઈએ