December 22, 2024

ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં લાગુ થશે UCC, સમિતિએ CM ધામીને સોંપ્યો નિયમોનો ડ્રાફ્ટ

Uniform Civil Code: ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થવા જઈ રહ્યો છે. આજે શુક્રવારે 18 ઓક્ટોબરના રોજ નિષ્ણાત સમિતિએ UCCના નિયમોનો ડ્રાફ્ટ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને સુપરત કર્યો છે. સીએમ ધામીએ જણાવ્યું હતું કે દરેકને સમાન ન્યાય અને સમાન તકો મળે તે માટે UCCનો અમલ કરવામાં આવી રહ્યો છે.

9 નવેમ્બરે UCC લાગુ કરવાની તૈયારી
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ થોડા સમય પહેલા જ જાહેરાત કરી હતી કે સરકાર 9 નવેમ્બરના રોજ ઉત્તરાખંડના સ્થાપના દિવસે UCC લાગુ કરવા માંગે છે. એવામાં હવે સમિતિ દ્વારા હવે નિયમોનો ફાઇનલ ડ્રાફ્ટ સોંપ્યા બાદ આશા રાખવામાં આવી રહી છે કે ઉત્તરાખંડમાં 9 નવેમ્બરના રોજ UCC લાગુ થઈ શકે છે.

યુસીસીમાં છે આ ખાસ
મેન્યુઅલમાં મુખ્યત્વે ચાર ભાગ છે. જેમાં લગ્ન અને છૂટાછેડાની નોંધણી, લિવ-ઇન રિલેશનશિપ, જન્મ અને મૃત્યુ નોંધણી અને ઉત્તરાધિકાર સંબંધિત નિયમો સંબંધિત પ્રક્રિયાઓ છે.

આ પણ વાંચો: ઝારખંડ NDAમાં સીટ શેરિંગ ફાઇનલ: ભાજપ 68, AJSU 10 અને JDU 2 બેઠકો પર લડશે ચૂંટણી

ઓનલાઈન મળી શકે છે માહિતી
સામાન્ય લોકોની સગવડ માટે UCC માટે એક પોર્ટલ અને મોબાઈલ એપ પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં રજીસ્ટ્રેશન અને અપીલ સહિતની તમામ સુવિધાઓ સામાન્ય જનતાને ઓનલાઈન માધ્યમથી ઉપલબ્ધ કરાવી શકાશે.