December 22, 2024

અયોધ્યામાં ચાલશે Uberની EV Auto

રાઈડ સર્વિસ પ્રોવાઈડર પ્લેટફોર્મ Uberએ EV સેગ્મેન્ટમાં રીક્ષાને લોન્ચ કરી છે. આ રીક્ષા ખાસ અયોધ્યા માટે લોન્ચ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં Uberની રીક્ષાને લીલી ઝંડી આપવામાં આવી છે. જે સાથે Uberએ પોતાની ઈવી રીક્ષા સર્વિસ અયોધ્યામાં શરૂ કરી છે. જે અયોધ્યાના તમામ લોકપ્રિય સ્થળો પર ચલાવવામાં આવશે.અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ સમયે દેશ વિદેશની અનેક લોકો હાજર રહેશે. આ સમયે Uberએ પોતાની ઈવી રીક્ષા સર્વિસને અયોધ્યામાં શરૂ કરી છે. આ સર્વિસને UberGo ઓપરેશનમાં લોન્ચ કરવામાં આવી છે. જે ઉત્તરપ્રદેશના તમામ લોકપ્રિય સ્થળોને અયોધ્યા સુધી જોડવામાં મદદરૂપ થશે. વર્તમાન સમયમાં 125 શહેરોમાં ઉબરની સર્વિસ ચાલી રહી છે. આ વર્ષની શરૂઆતમાં ઉબરે પોતાના યુઝર્સને વધારવા માટે ભારતના ટિયર 2 અને 3ના શહેરોનાં પોતાના પ્રાઇસિંગ સર્વિસનું પરીક્ષણ શરૂ કર્યું હતું. જેમાં યાત્રીઓને ભાડુ નક્કી કરવાની સ્વતંત્રતા આપી હતી. આ ઉપરાંત ફ્લેક્સિબલ પ્રાઈસિંગ સર્વિસ કોલર ઉબર ફ્લેક્સનું પણ ભારતમાં પહેલી વખત ટેસ્ટ કરવામાં આવ્યું હતું.અયોધ્યામાં 15 ટાટા ઈલેક્ટ્રિક કારથી અયોધ્યા-લખનઉની વચ્ચે ઈન્ટરસિટી યાત્રા માટે ટેક્સી મુકવામાં આવી છે. અયોધ્યા પ્રશાસને જલ્દી જ અયોધ્યામાં મુખ્ય સ્થાનો પર વધુ ઈલેક્ટ્રિક કાર મુકવાનો નિર્ણય કર્યો છે. સૂરજકુંડ, સરયુ નદી સહિત અલગ અલગ ધાર્મિક કેન્દ્રો પરથી યાત્રિકો મોબાઈલ એપ્લિકેશનની મદદથી આ કાર અને રીક્ષાને બુક કરી શકે છે. સૌપ્રથમ અયોધ્યા રેલવે સ્ટેશનથી આવતા યાત્રિકો માટે આ ઈલેક્ટ્રિક કારનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં યાત્રિકોએ 10 કિમીના 250 રૂપિયા, 20 કિમીના 400 રૂપિયા અને 12 કલાકના 3000 રૂપિયા આપવાના રહેશે.

આ ઉપરાંત અયોધ્યામાં Tata Tigor EVનો પણ ઉપયોગ અયોધ્યામાં ટેક્સી સેવા માટે શરૂ કરવામાં આવશે. યુપી સરકાર અયોધ્યામાં ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપી રહી છે. આથી તેમની પહેલી પસંદ ઇલેક્ટ્રિક કાર અને રીક્ષા છે.