January 25, 2025

UAE PMની પુત્રીએ ઇન્સ્ટાગ્રામ પર આપ્યા છૂટાછેડા, લખ્યું તલાક, તલાક, તલાક

UAE PM’s daughter: દુબઈના શાસક અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના વડાપ્રધાન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમની પુત્રીએ સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી છે. મકતુમની પુત્રી શેખા મહરા બિન્તે બે મહિના પહેલા જ પુત્રીને જન્મ આપ્યો હતો. મકતુમની પુત્રી શેખા માહરા બિન્તે તેના પતિ શેખ મના બિન મોહમ્મદ બિન રશીદ બિન માના અલ મક્તૂમથી તેના છૂટાછેડાની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરતા કહ્યું, “ડિયર હસબન્ડ, તમે અન્ય લોકો સાથે વ્યસ્ત હશો. આ દરમિયાન, હું અમારા તલાકની જાહેરાત કરું છું. હું તમને તલાક આપું છું. હું તમને તલાક આપું છું અને હું તમને તલાક આપું છું. ધ્યાન રાખજો. તમારી પૂર્વ પત્ની.

નોંધનીય છે કે, 1994માં જન્મેલા મહારાએ ગયા વર્ષે 27 મેના રોજ શેખ માના બિન સાથે લગ્ન કર્યા હતા. તેણે લગ્નના પાંચ મહિના બાદ પોતાની પ્રેગ્નન્સીની માહિતી પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેના અલ્ટ્રાસાઉન્ડ સ્કેનનો ફોટો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતી વખતે તેણે કહ્યું હતું કે ફક્ત અમે ત્રણ જ.

છૂટાછેડાની જાહેરાત કર્યા બાદ તેણે તેની પુત્રી સાથેની તસવીર શેર કરી છે અને કહ્યું છે. બસ હવે અમે બે જ, નોંધનીય છે કે તેમની દીકરીનું નામ હિંદ રાખ્યું છે. UAEના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતુમે તાજેતરમાં જ તેમની કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો હતો. તેમણે તેમના પુત્ર, અમીરાતના ક્રાઉન પ્રિન્સ, યુએઈના સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. આ સિવાય તેમણે અન્ય ઘણા મંત્રાલયોમાં ફેરબદલની જાહેરાત કરી હતી.