February 2, 2025

ટીમ ઈન્ડિયા બીજીવાર U19 Women T20 વર્લ્ડ કપમાં બની ચેમ્પિયન

U19 Women’s T20 World Cup: ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હાર આપી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ 9 વિકેટથી જીત પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચો: PM મોદીએ દિલ્હીના આરકે પુરમમાં કહ્યું, ઝાડુ વિખેરાઈ ગયું હવે વિકાસની વસંત આવશે

ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ
ભારતની મહિલા અન્ડર-19 ક્રિકેટ ટીમે ફાઈનલ મેચમાં જીત પ્રાપ્ત કરી છે. સતત બીજી વાર અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. જીતની સાથે મહિલા ટીમ ઈન્ડિયાએ ભારતીય ક્રિકેટને વધુ ગૌરવ અપાવ્યું છે. તમને જણાવી દઈએ કે મહિલા ક્રિકેટના ક્ષેત્રમાં ભારત સતત આગળ વધી રહ્યું છે. ગયા વખતે ફાઈનલમાં ઈંગ્લેન્ડની અંડર-19 મહિલા ટીમને હાર આપી હતી.