December 23, 2024

U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર

U19 Women’s T20 World Cup 2025: ICC મહિલા અન્ડર-19 T20 વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલની જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વખતે આ ટુર્નામેન્ટ મલેશિયામાં રમાશે. ગત સિઝનમાં ભારતે શેફાલી વર્માની કપ્તાનીમાં ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ પ્રાપ્ત કર્યું હતું. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે 18 જાન્યુઆરીથી શરૂ થશે. મહત્વની વાત એ છે કે આ વખતે ભારત અને પાકિસ્તાનને અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારત ગ્રુપ Aમાં છે તો પાકિસ્તાન ગ્રુપ Bમાં છે.

ભારતની આ ટીમ સામે મુકાબલો
મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ 2025માં કુલ 16 ટીમ ભાગ લેશે. ગ્રુપ સ્ટેજમાં ત્રણ-ત્રણ મેચ રમાશે. દરેક ગ્રુપમાં ટોપ-3 ટીમ સુપર-6 સિક્સ માટે ક્વોલિફાય કરવામાં આવશે. સેમી ફાઈનલ મેચ 31 જાન્યુઆરી થશે અને ફાઈનલ મેચ 2 ફેબ્રુઆરીએ યોજાશે. આ સાથે સેમી ફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમના સામનો વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને મલેશિયા સામે થશે.

16 ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી

  • ગ્રુપ A: ભારત, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, મલેશિયા
  • ગ્રુપ B: ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, આયર્લેન્ડ, યુએસએ
  • ગ્રુપ C: ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, આફ્રિકા ક્વોલિફાયર, સમોઆ
  • ગ્રુપ D: ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, એશિયા ક્વોલિફાયર, સ્કોટલેન્ડ

U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 શેડ્યૂલ:

  • જાન્યુઆરી 18: ઓસ્ટ્રેલિયા VS સ્કોટલેન્ડ, સવારે 10:30, UKM YSD ઓવલ
  • જાન્યુઆરી 18: ઈંગ્લેન્ડ VS આયર્લેન્ડ, સવારે 10:30, JCA ઓવલ, જોહર
  • જાન્યુઆરી 18: સમોઆ VS આફ્રિકા ક્વોલિફાયર, સવારે 10:30, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • જાન્યુઆરી 18: બાંગ્લાદેશ VS એશિયા ક્વોલિફાયર, બપોરે 2:30 વાગ્યે, UKM YSD ઓવલ
  • 18 જાન્યુઆરી: પાકિસ્તાન VS યુએસએ, બપોરે 2:30 કલાકે, JCA ઓવલ, જોહર
  • 18 જાન્યુઆરી: ન્યુઝીલેન્ડ VS દક્ષિણ આફ્રિકા, બપોરે 2:30 કલાકે, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • જાન્યુઆરી 19: શ્રીલંકા VS મલેશિયા, સવારે 10:30, બ્યુમાસ ઓવલ
  • જાન્યુઆરી, 19: ભારત VS વેસ્ટ ઈન્ડિઝ, બપોરે 2:30 કલાકે, બાયોમાસ ઓવલ
  • 20 જાન્યુઆરી: ઓસ્ટ્રેલિયા VS બાંગ્લાદેશ, સવારે 10:30, UKM YSD ઓવલ
  • જાન્યુઆરી 20: આયર્લેન્ડ VS યુએસએ, સવારે 10:30, JCA ઓવલ, જોહર
  • જાન્યુઆરી 20: ન્યુઝીલેન્ડ VS આફ્રિકા ક્વોલિફાયર, સવારે 10:30, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • જાન્યુઆરી 20: સ્કોટલેન્ડ VS એશિયા ક્વોલિફાયર, બપોરે 2:30 કલાકે, UKM YSD ઓવલ
  • 20 જાન્યુઆરી: ઈંગ્લેન્ડ VS પાકિસ્તાન, બપોરે 2:30 કલાકે, JCA ઓવલ, જોહર
  • 20 જાન્યુઆરી: દક્ષિણ આફ્રિકા VS સમોઆ, બપોરે 2:30 કલાકે, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 21 જાન્યુઆરી: વેસ્ટ ઈન્ડિઝ VS શ્રીલંકા, સવારે 10:30, બાયોમાસ ઓવલ
  • 21 જાન્યુઆરી: ભારત VS મલેશિયા, બપોરે 2:30 વાગ્યે, બ્યુમાસ ઓવલ
  • 22 જાન્યુઆરી: બાંગ્લાદેશ VS સ્કોટલેન્ડ, સવારે 10:30 am, UKM YSD ઓવલ
  • 22 જાન્યુઆરી: ઈંગ્લેન્ડ VS યુએસએ, સવારે 10:30, JCA ઓવલ, જોહર
  • 22 જાન્યુઆરી: ન્યુઝીલેન્ડ VS સમોઆ, સવારે 10:30, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 22 જાન્યુઆરી: ઓસ્ટ્રેલિયા VS એશિયા ક્વોલિફાયર, બપોરે 2:30 કલાકે, UKM YSD ઓવલ
  • 22 જાન્યુઆરી: પાકિસ્તાન VS આયર્લેન્ડ, બપોરે 2:30 કલાકે, JCA ઓવલ, જોહર
  • 22 જાન્યુઆરી: દક્ષિણ આફ્રિકા VS આફ્રિકા ક્વોલિફાયર, બપોરે 2:30 કલાકે, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 23 જાન્યુઆરી: મલેશિયા VS વેસ્ટ ઈન્ડિઝ, સવારે 10:30, બાયોમાસ ઓવલ
  • 23 જાન્યુઆરી: ભારત VS શ્રીલંકા, બપોરે 2:30 કલાકે, બ્યુમાસ ઓવલ
  • 24 જાન્યુઆરી: B4 vs C4, સવારે 10:30 am, JCA Oval, Johor
  • 24 જાન્યુઆરી: A4 vs D4, બપોરે 2:30 વાગ્યે, JCA ઓવલ, જોહર
  • 25 જાન્યુઆરી: સુપર સિક્સ – B2 vs C3, સવારે 10:30, UKM YSD ઓવલ
  • 25 જાન્યુઆરી: સુપર સિક્સ – B1 vs C2, સવારે 10:30 am, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 25 જાન્યુઆરી: સુપર સિક્સ – A3 vs D1, બપોરે 2:30, UKM YSD ઓવલ
  • 25 જાન્યુઆરી: સુપર સિક્સ – C1 vs B3, બપોરે 2:30 વાગ્યે, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 26 જાન્યુઆરી: સુપર સિક્સ – A2 vs D3, સવારે 10:30, બ્યુમાસ ઓવલ
  • 26 જાન્યુઆરી: સુપર સિક્સ – A1 vs D2, બપોરે 2:30 વાગ્યે, બ્યુમાસ ઓવલ
  • 27 જાન્યુઆરી: સુપર સિક્સ – B1 vs C3, સવારે 10:30am, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 28 જાન્યુઆરી: સુપર સિક્સ – A3 vs D2, સવારે 10:30, બ્યુમાસ ઓવલ
  • 28 જાન્યુઆરી: સુપર સિક્સ – C1 vs B2, સવારે 10:30 am, સારાવાક ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)
  • 28 જાન્યુઆરી: સુપર સિક્સ – A1 vs D3, બપોરે 2:30 વાગ્યે, બ્યુમાસ ઓવલ
  • 29 જાન્યુઆરી: સુપર સિક્સ – C2 vs B3, સવારે 10:30, UKM YSD ઓવલ
  • 29 જાન્યુઆરી: સુપર સિક્સ – A2 vs D1, બપોરે 2:30, UKM YSD ઓવલ

આ પણ વાંચો: FIFA વર્લ્ડ કપમાં ભારતની દીકરીને મળી મોટી જવાબદારી

  • 31 જાન્યુઆરી: સેમિ-ફાઇનલ 1, સવારે 10:30, બ્યુમાસ ઓવલ
  • 31 જાન્યુઆરી: સેમિ-ફાઇનલ 2, બપોરે 2:30 કલાકે, બ્યુમાસ ઓવલ
  • 2 ફેબ્રુઆરી: ફાઇનલ, બપોરે 2:30 કલાકે, બ્યુમાસ ઓવલ

તમામ મેચ સ્થાનિક સમય મુજબ યોજાશે.