December 29, 2024

ચીનમાં આવી રહ્યું છે 75 વર્ષ પછી ખતરનાક વાવાઝોડું, થંભી ગયું શાંઘાઈ શહેર

Typhoon In China: ચીનમાં 75 વર્ષ પછી સૌથી મોટી આફત આવી છે. બેબિન્કા’ વાવાઝોડું સોમવારે ચીનના શાંઘાઈ શહેરમાં ત્રાટક્યું હતું. છેલ્લા 75 વર્ષમાં આ સૌથી ભારે વાવાઝોડું છે. આ વાવાઝોડાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બચાવ કર્મચારીઓને પહેલેથી જ તૈનાત કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ચીનમાં આ 13મું તોફાન આવ્યું છે.

કેવો છે ત્યાનો માહોલ
ચીનના સ્થાનિક મીડિયાએ આપેલી માહિતી પ્રમાણે રાજ્યના પૂર નિયંત્રણ અને દુષ્કાળ રાહત મુખ્યાલયે રાહત પગલામાં વધારો કર્યો છે. બેબિન્કાને કારણે શાંઘાઈમાં એરલાઈન્સ રદ કરવામાં આવી છે. 414,000 થી વધુ લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે. શહેરના મોટા ભાગના હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક માર્ગો પર પેસેન્જર ટ્રેનોને હાલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: નાઈજીરિયામાં મોટી દુર્ઘટના, બોટ પલટી જતાં 41 લોકોનાં મોત

તૈયારીઓ કરી લીધી
ચીનની સરકારે પણ વાવાઝોડાનો સામનો કરવાની તૈયારીઓ કરી લીધી છે. હજારો સૈનિકોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ચીનમાં હાલ તહેવારોનુ વેકશન ચાલી રહ્યું છે. જેના કારણે સરકારે ઘરની અંદર જ રહેવા લોકોને કહ્યું છે. ચીનમાં તમામ પ્રવાસન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવતા મોટી સંખ્યામાં મુસાફરો હેરાન થઈ રહ્યા છે. પરંતુ સરકારે તેમની પણ રહેવાની વ્યવસ્થા કરી દીધી છે.