December 29, 2024

Morbiમાં આજ થી 2 વર્ષ પહેલાં ‘ઝૂલતા પુલ’ દુર્ઘટના થઇ, જવાબદાર લોકો હાલ જામીનમુક્ત

કૌશિક કાંઠેચા, મોરબી: તાજેતરમાં રાજકોટમાં અગ્નિકાંડ મામલે 27 મૃતદેહ મળી આવ્યા હતા. TRP ગેમઝોનમાં દુર્ઘટનાના કારણે પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. બીજી બાજુ મોરબીમાં પણ આજ થી બે વર્ષ પહેલાં ‘ઝૂલતા પુલ’ દુર્ઘટના બની હતી, જેમાં પુલ તૂટવાનાં કારણે 135 લોકોના મોત થયા હતા. આ ઘટનાને હજુ પણ પરિવારજનો ભૂલી શક્યા નથી. આ કરુણતાના કારણે દેશ-વિદેશમાં નોંધ લેવાઈ હતી.

ઝૂલતાપૂલ દુર્ઘટના જવાબદાર લોકો હાલ જામીનમુક્ત છે, કોઈએ હાઇકોર્ટમાંથી તો કોઈએ સુપ્રિમકોર્ટમાંથી જામીન મેળવ્યા હતા. આ બનાવમાં ટોટલ 9 લોકો આરોપી હતા, જેમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ તેમજ કંપનીના કર્મચારીઓ અને પુલની મરામત કરનાર કોન્ટ્રાકટર આ તમામ લોકોને કોર્ટે હાલ જમીન પર મુક્ત કર્યા છે, પરંતુ આ ગંભીર ઘટનાને લઈને પરિવારમાં હજુ ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે.

ન્યૂઝ કેપિટલ ટીમે દ્વારા મોરબીમાં તાજેતરની રાજકોટ ઘટનાને લઈને શહેરમાં રહેલા પીડિત પરિવારને મળી હતી જેમાં આજ પણ આંખમાંથી આંસુ રોકાતા નથી તેવો ઘાટ સર્જાયો હતો. મૃતકના માતાએ પોતાના વહાલસોયા યુવાન પુત્રની આપવીતી કરતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સહાય તો મળી છે, પરંતુ એ રૂપિયાને અમારે શું કરવા છે. અમારો બાળકોને 20 વર્ષના કર્યાને દુર્ઘટનામાં મૃત્યુ થયું જેના જવાબદાર લોકોને આજે જામીનમુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ ન્યાયાલય પર અમને વિશ્વાસ છે કે સજા થશે આજે નહીં તો કાલે ન્યાય ચોક્કસ મળશે તેવી હાલ પરિવારમાં આશા જોવા મળે છે.