January 19, 2025

Jioના આ બે રિચાર્જ પ્લાન છે લોકોના ફેવરિટ

Mobile Recharge: રિલાયન્સ જિયોની સાથે કરોડોની સંખ્યામાં યુઝર્સ જોડાયેલા છે. જેને ધ્યાનમાં રાખી ગ્રાહકોની સુવિધા માટે ઘણા પ્રકારના રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. આજે અમે તમને 2 લોકપ્રિય રિચાર્જ પ્લાન વિશે માહિતી આપવાના છીએ. બંને પ્લાન એવા છે જેમાં તમને ફ્રી કોલિંગ અને ડેટાની સુવિધા મળે છે.

ઘણા પ્રકારના રિચાર્જ પ્લાન
રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાં આવે છે. Jioની સાથે હાલમાં લગભગ 49 કરોડ યુઝર્સ જોડાયેલા છે. તેના ગ્રાહકોની સુવિધા માટે, Reliance Jio ઘણા પ્રકારના રિચાર્જ પ્લાન ઓફર કરે છે. થોડા જ મહિનાઓ પહેલા કંપનીએ તેના પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. જોકે Jio પાસે હજુ પણ ઘણા સસ્તા પ્લાન છે. જો તમે પણ જિયો સિમનો ઉપયોગ કરો છો તો તમારા માટે અમે ખાસ ડેટા પ્લાન વિશે માહિતી લઈને આવ્યા છીએ.

Jioનો 249 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોની યાદીમાં બીજો સસ્તો અને લોકોને વધારે ગમતો પ્લાન 249 રૂપિયાની કિંમતનો છે. જેની વેલિડિટી 28 દિવસની છે. Jioના આ રિચાર્જ પ્લાનમાં તમને માત્ર 28GB ડેટા મળે છે. જેમાં તમે રોજ 1GB ડેટાનો ઉપયોગ કરી સકો છો. આ સાથે તમને બીજા લાભ પણ મળી રહેશે. Jio Cinema, Jio TV અને Jio Cloudનું સબ્સ્ક્રિપ્શન પણ મળી રહેશે.

Jioનો 299 રૂપિયાનો પ્લાન
Jio ગ્રાહકોને Jio તરફથી 299 રૂપિયાનો રિચાર્જ પ્લાન મળે છે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી મળી આવે છે. જીઓનો આ પ્લાન લોકો વચ્ચે ખૂબ લોકપ્રિય છે. Jio આ પ્લાનમાં ગ્રાહકોને 42GB ડેટા મળે છે અને તેની સાથે તમને દરરોજ 2.5GB ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. ફ્રી કોલની સાથે તમે રોજના 100 SMS પણ તમને મળશે. Jio સિનેમા અને Jio TVનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ સાથે મળી રહેશે.