January 22, 2025

મલેશિયામાં હવામાં જ સામસામે બે હેલિકોપ્ટર અથડાયા, 10 લોકોના મોત

Malaysia: મલેશિયામાં મંગળવારે સવારે એક દુ:ખદ ઘટના બની. અહીં નેવીના બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈને ક્રેશ થઈ ગયા. એવું જાણવા મળ્યું છે કે આ હેલિકોપ્ટર રોયલ મલેશિયન નેવીના એક ફંકશનની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન બંને હવામાં એકબીજા સાથે અથડાયા હતા. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર 10 ક્રૂ મેમ્બરના મોત થયા હતા.

મલેશિયન નૌકાદળના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે લગભગ 9.30 વાગ્યે લુમુત નેવલ બેઝ પર બની હતી. અકસ્માત બાદ તમામ મૃતકોના મૃતદેહને લુમુત આર્મી બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમની ઓળખ બાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.

અહેવાલો અનુસાર અકસ્માત ત્યારે થયો જ્યારે એક હેલિકોપ્ટરનું રોટર (પંખો) બીજા હેલિકોપ્ટર સાથે અથડાયું અને બંને સ્ટેડિયમની જમીનમાં પડી ગયા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.