વડાલી સામૂહિક આપઘાતમાં વધુ બે બાળકોના મોત, દીકરી ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

Sabarkantha: સાબરકાંઠાના વડાલી સામૂહિક આપઘાતે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. ગત દિવસે માતા-પિતાના મોત બાદ વધુ બે બાળકોના મોત થયા છે. જ્યારે દીકરી હજુ ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી અનુસાર સાબરકાંઠાના વડાલીમાં પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હતી. જે બાદ તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે શનિવારે રાતે પિતાનું મોત નીપજ્યું હતું. જે બાદ ગઈકાલે માતાનું નિધન થયું હતું. ત્યારે હવે આજે વધુ બે બાળકોના મોત થયા છે.

આ પણ વાંચો: અક્ષર પટેલને મોટો ઝટકો, હાર બાદ BCCIએ કરી કાર્યવાહી

વડાલી સગર સમાજના પરિવારના પાંચ સભ્યોએ એકસાથે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચ્યો છે. જોકે, હાલ આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. પરંતું ગઈકાલે સમગ્ર સમાજે આત્મહત્યા માટે જવાબદાર આરોપીઓ સામે કાર્યવાહી કરવા પોલિસને અલ્ટીમેટમ આપ્યું હતું. 24 કલાકમાં આરોપીઓને ઝડપી લેવા અપીલ કરી હતી.