January 24, 2025

ગાંધીનગર ખાતે બે દિવસીય SOMS એક્ઝિબિશન અને કોન્ફરન્સનો પ્રારંભ

મલ્હાર વોરા, ગાંધીનગર: કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે બે દિવસીય “SOMS એક્ઝિબિશન અને કોન્ફરન્સ”નો શુભારંભ કરાવ્યો હતો. કૃષિ મંત્રીએ એક્ઝિબિશનમાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. જેમાં રાઘવજી પટેલે SOMS એટલે કે, સોલ્યુબલ ફર્ટીલાઇઝર, ઓર્ગેનિક ફર્ટીલાઇઝર, માઈક્રોન્યુટ્રીએન્ટ અને સ્ટીમ્યુલન્ટના વપરાશ અને તેના ફાયદા અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી.

મંત્રીએ એક્ઝિબિશનમાં ઉપસ્થિત અને SOMSના ઉત્પાદન સાથે જોડાયેલી તમામ કંપનીઓને સોલ્યુબલ ફર્ટીલાઇઝર, ઓર્ગેનિક ફર્ટીલાઇઝર, માઈક્રોન્યુટ્રીએન્ટ અને સ્ટીમ્યુલન્ટના મહત્વ વિશે દેશના દરેક ખેડૂતોને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે એક્ઝિબિશનમાં સહભાગી થયેલી કંપનીના એક્ઝિબિટર્સ, SOMS સાથે જોડાયેલી કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.