આવાસ યોજના પ્રકરણમાં ભાજપના બે કોર્પોરેટર 6 વર્ષ માટે ઘરભેગા
લોકસભાની ચૂંટણી: લોકસભાની ચૂંટણીને લઇને એક તરફ દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ મોટા સમાચાર સામે આવ્યા છે. આવાસ યોજના પ્રકરણમાં ભાજપ બે કોર્પોરેટરોને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ બન્ને કોર્પોરેટરને 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે.
મળતી માહિતી અનુસાર લોકસભાની ચૂંટણી વચ્ચે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પ્રેસ કોંફરન્સ કરી હતી. જેમા તેમણે મોટું નિવેદન આપ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભાજપ બે કોર્પોરેટરોને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આવાસ યોજના પ્રકરણમાં ભાજપ કોર્પોરેટરો વજીબેન ગોલતર તેમજ દેવુબેન જાદવ સામે ગેરરીતિ સાબિત થઇ હોવાના કારણે આ બન્નેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભાજપના બંને કોર્પોરેટરોને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. વધુમાં તમને જણાવી દઇએ કે, ભાજપ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી રહી છે. ભાજપ દ્વારા અત્યાર સુધીમાં બે યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 250 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
બુધવારે જાહેર કરાયેલ બીજેપીની બીજી યાદીમાં, પાર્ટીએ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી 20-20, ગુજરાતમાંથી 7, હરિયાણા અને તેલંગાણામાંથી 6-6, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ત્રિપુરા, દાદરા અને નગર હવેલીમાંથી 2-2 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. 1-1 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.