December 20, 2024

કોલકાતા અને રાજસ્થાનની મેચમાં આ મોટો બન્યો રેકોર્ડ!

IPL 2024: ગઈ કાલે કોલકાતા નાઈટ રાઈઝર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ હતી. જેમાં રાજસ્થાનની ટીમની જીત થઈ હતી. આ મેચમાં 2 ખેલાડીઓઓ સદી ફટાકરી હતી. જાણો શુ બન્યો નવો રેકોર્ડ.

શાનદાર મેચ રમાઈ
IPL 2024ની ગઈ કાલની મેચ ખુબ શાનદાર જોવા મળી હતી. આ મેચમાં કોલકાતાની ટીમ માત્ર 2 વિકેટે હારી ગઈ હતી. આ મેચની સાથે ઘણા રેકોર્ડ પમ બન્યા હતા. મહત્વની વાત એ છે કે આ રેકોર્ડ બધી મેચમાં જોવા મળતા નથી. અમૂક મેચમાં જ આવા રેકોર્ડ બનતા હોય છે. ગઈ કાલની મેચમાં કોલકાતાની ટીમે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં 223 રન સાથે 6 વિકેટ ગુમાવી હતી. આ પછી રાજસ્થાનની ટીમે 224 રન બનાવ્યા અને 8 વિકેટ ગુમાવી હતી. આ મેચમાં રાજસ્થાનની ટીમે રેકોર્ડ આસાનીથી બનાવી લીધો હતો.

આ પણ વાંચો: KKR vs RR: ઓરેન્જ કેપની રેસમાં નંબર વન કોણ?

આ મેચ ખાસ મેચોની યાદીમાં સામેલ
આ મેચની બંને ઇનિંગ્સમાં બેટ્સમેનોનું વર્ચસ્વ જોવા મળ્યું છે. આ મેચ દરમિયાન બે સદી ફટકારવામાં આવી છે. આવું 6 વાર બન્યું કે મેચમાં બે સદી ફટકારવામાં આવી નથી. આ પહેલા માત્ર 5 મેચમાં આવું બન્યું હતું. ગઈ કાલની મેચમાં 2 બેટ્સમેનને કારણે આ યાદીમાં રેકોર્ડ બન્યો છે. સુનીલ નારાયણે 56 બોલમાં 109 રનની ઇનિંગ અને આ મેચ દરમિયાન 13 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. રાજસ્થાનની ટીમના ખેલાડી જોસ બટલરે 60 બોલમાં 107 રનની ઇનિંગ રમી હતી. આ મેચ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ગુજરાત લાયન્સ, 2016, સનરાઇઝર્સ હૈદરાબાદ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 2019, સનરાઇઝર્સ હૈદરાબાદ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 2023, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ગુજરાત ટાઇટન્સ, વર્ષ 2023, રાજસ્થાન રોયલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, વર્ષ 2024, કોલકાતા નાઈટ રાઈડર્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 2024 આ ટીમે રેકોર્ડ બનાવ્યો હતો.

આ સિઝનમાં બે વાર આવું બન્યું
IPLની 17મી સિઝનમાં હાલ સુધીમાં 31 મેચ રમાઈ છે. આ 31 મેર દરમિયાન એવું 2 વખત બન્યું થે કે એક મેચમાં 2 સદી ફટકારવામાં આવી હોય. ગઈ કાલની મેચમાં રાજસ્થાનની ટીમની જીત થઈ હતી. પરંતુ રેકોર્ડ આ બંને ટીમના નામે નોંધાયો છે. રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં આવું બન્યું હતું.