December 28, 2024

SG હાઇવે પર પેલેડિયમ મોલ પાસે બે કાર ધડાકાભેર અથડાઈ, એક વ્યક્તિનું મોત

THALTEJ ACCIDENT: 13 જુલાઈની રાત્રે અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. તો અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, SG હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 30 વર્ષીય અલ્પેશ ગાગડેકરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ત્યાં જ અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.

આ પણ વાંચો: આગામી પાંચ દિવસ રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી

આ અકસ્માતમાં બે કાર એક સાથે ધડાકેભેર અથડાઈ હતી. i20 અને બ્રેઝા કારનો અકસ્માત થતા આસપાસ ઉભેલા લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને આ વિશે જાણકારી આપી હતી. જે બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને 108ની મદદથી અકસ્માતમાં અલ્પેશ ગાંગડેકરનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણકારી મળી હતી. ત્યાં જ કમલ સિંધી અને મયુર સિંધી ઈજાગ્રસ્ત હોવાથી તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જે બાદ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.