January 22, 2025

12 વર્ષની દીકરીની અનોખી સિદ્ધિ, આંખે પાટા બાંધી કડકડાટ વાંચે છે!

Narmada: નાંદોદ તાલુકાનું વાઘેથા કહેવાય છે એક નાનકડું ગામ… પણ ત્યાં રહેતી 12 વર્ષની દીકરીએ કંઈક એવું કરી બતાવ્યું છે કે હવે આ ગામની ચારેયકોર ચર્ચા થઈ રહી છે. નાંદોદના વાઘેથા ગામની પ્રાચી વસાવાએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જેને લઈને તેના વખાણ કરવામાં આવી રહ્યા છે. પ્રાચી વસાવા આંખે પાટા બાંધીને કડકડાટ વાંચે છે.

12 વર્ષથી પ્રાચી વસાવાએ પ્રાણાયામ અને યોગ દ્વારા એક અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે. આ નાનકડી દીકરી આંખે પાટા બાંધી પેપર, મેગેઝિનમાંથી કડકડાટ વાંચી બતાવે છે. પ્રાચીની આ અનોખી સિધ્ધિને લીધે આસપાસના વિસ્તારમાં તે આકર્ષણનું કેન્દ્ર બની છે અને આ સિદ્ધિ હાંસલ કરવામાં તેના પિતા પણ બરાબરનો ભાગ ભજવે છે. પ્રાચીના પિતા તેને નિયમિત યોગ અને પ્રાણાયામ કરાવતા આવ્યા છે.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘેથા ગામની 12 વર્ષની પ્રાચી નીતેશભાઈ વસાવા જાંબુઘોડા ગામની સ્કૂલમાં ધોરણ-7માં અભ્યાસ કરે છે અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. પ્રાચી નાનપણથી તેના પિતા નીતેશભાઈ સાથે મેડિટેશન અને પ્રાણાયામ કરતી આવી છે અને તેના કારણે તેને આંખે પાટા બાંધવા છતાં હાથમાં આપેલ લખાણ સડસડાટ વાંચી બતાવાની સિધ્ધિ મળી છે. પ્રાચી આઠેક વર્ષની હતી ત્યારથી તેના પિતા નિતેશભાઈ પાસે મેડિટેશન અને પ્રાણાયામ શીખતી હતી. ત્યારબાદ હાલમાં 20 દિવસથી એ આંખે પાટા બાંધી વાંચી શકે છે.

આ પણ વાંચો: રાજકોટ: ખ્યાતિ હોસ્પિટલને લઈ હેમાંગ વસાવડાએ કહ્યું- ‘આ જઘન્ય અપરાધ છે’

પ્રાચીની આ અનોખી સિદ્ધિથી ગામના લોકો સાથે પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. હજુ એ જ્યાં અભ્યાસ કરે છે તે જાંબુઘોડા શાળાના સંચાલકો કે અન્ય વિદ્યાર્થીઓને તેની આ સિધ્ધિ બાબતે જાણકારી નથી. કારણકે કે પ્રાચી હાલ વેકેશનમાં તેના ગામ વાઘેથા આવી છે અને જેના ઘરે રહી હજુ પણ તે પ્રેક્ટિસ કરી રહી છે.