Tushar Deshpandeએ MS ધોનીને ગુરુપૂર્ણિમાની ખાસ રીતે શુભેચ્છા પાઠવી
Tushar Deshpande: ભારતીય ઝડપી બોલર તુષાર દેશપાંડેએ 21મી જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર તેમના ક્રિકેટ ગુરુ એમએસ ધોનીને શુભેચ્છા પાઠવી છે. તેણે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેના પિતા સાથે એમએસ ધોની સાથે ઉભો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટમાં તુષારે સંસ્કૃતમાં એક શ્લોક લખ્યો છે જેમાં ધોનીને તેના ગુરુ તરીકે માન આપવામાં આવ્યું છે. તુષાર દેશપાંડેએ એમએસ ધોનીને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી.
ગુરુ-શિષ્યના વલણની પ્રશંસા
ગુરુ પૂર્ણિમાના અવસર પર તુષાર દેશપાંડેએ એમએસ ધોનીને લઈને પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું કે તમે માત્ર કેપ્ટન જ નહીં, મારા ગુરુ પણ છો. તમે હંમેશા મને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું છે. હું તમારો આભારી છું. ક્રિકેટ ચાહકો દેશપાંડેના આ ગુરુ-શિષ્યના વલણની પ્રશંસા કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે તુષારે ઝિમ્બાબ્વે સામેની સીરિઝની ચોથી T20 મેચમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું, આ સમયે તેની પત્ની પણ હાજર હતી. તેની હાજરીમાં તેને ડેબ્યૂ કેપ મળી હતી. આઈપીએલની 2024 સીઝનમાં CSK માટે 17 વિકેટ લેનાર બોલર હતો તે.
આ પણ વાંચો: Hardik Pandya: નતાશા સાથે છૂટાછેડા બાદ પહેલીવાર જાહેરમાં આવ્યો હાર્દિક
તુષારને શ્રીલંકા પ્રવાસમાં સ્થાન મળ્યું ન હતું
CSK દ્વારા IPL 2022ની મેગા ઓક્શનમાં રૂપિયા 20 લાખની મૂળ કિંમતે ખરીદ્યો હતો. તેણે અત્યાર સુધીમાં 36 મેચ રમી હતી જેમાં તેણે 42 વિકેટ લીધી હતી. તુષારને ભારત સામેની T20I ટીમમાં સ્થાન નહોતું મળ્યું હતું.