December 28, 2024

‘લાલ સાગરને લોહી સમુદ્રમાં ફેરવી નાખો…’ : તુર્કીના રાષ્ટ્રપતિ

યુએસ અને બ્રિટિશ દળોએ યમનમાં હુથી બળવાખોરોના સ્થાનો પર હુમલા શરૂ કર્યા છે, જેના પર વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે કારણ કે હાલ વિશ્વમાં રશિય-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતા તેવામાં યુએસ-યમન સાથે યુદ્ધ થાવ તેવી સંભાવના દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી સેનાએ આજે સવારે યમનની રાજધાની સના શહેરમાં હુથી બળવાખોરોના અનેક સ્થળો પર એર સ્ટ્રાઇક કરી બોમ્બમારો કર્યો હતો. અમેરિકા અને બ્રિટિશ સેના સાથે મળીને યમનમાં ઘણી જગ્યાએ હુથી બળવાખોરો પર મોટા પ્રમાણમાં હવાઈ હુમલા કર્યા હતા. આ મામલે હવે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆનને યમનમાં હુથી બળવાખોરોના સ્થળો પર અમેરિકા અને બ્રિટન દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી છે. અહેવાલ મુજબ રેસેપ તૈયપ એર્દોઆનએ બંને દેશો પર આરોપ લગાવ્યો હતો કે લાલ સાગરને ‘લોહીનો સમુદ્ર’ બનાવવા માંગે છે. નોંધનીય છે કે અગાઉ પણ નાટો સદસ્ય તુર્કીએ ગાઝા યુદ્ધને લઈને વારંવાર ઈઝરાયેલ પર નિશાન સાધ્યું હતું. બીજી બાજુ તેણે ઈઝરાયેલને સમર્થન આપવા બદલ ઘણી વખત પશ્ચિમી દેશોની ટીકા પણ કરી છે. તાજેતરના નિવેદનમાં રેસેપ તૈયપ એર્દોઆને કહ્યું કે અમેરિકા અને બ્રિટન દ્વારા યમન પર હવાઈ અને દરિયાઈ હુમલાઓ પ્રમાણસર નથી. વધુમાં કહ્યું કે હુથી બળવાખોરોને બ્રિટન અને અમેરિકાની સરખામણીમાં ખૂબ જ નાના ગણાવ્યા હતાં.

આ પણ વાંચો : યમનની રાજધાની સનામાં USની એર સ્ટ્રાઇક, હુથી બળવાખોરોએ પણ આપી ચેતવણી

‘લાલ સાગર’ને ‘લોહી સમુદ્ર’માં ફેરવવાનો પ્રયાસ
અહેવાલ મુજબ, રેસેપ તૈયપ એર્દોઆને શુક્રવારે ઇસ્તંબુલમાં કહ્યું કે હાલમાં તે લાલ સાગરને લોહીના સમુદ્રમાં ફેરવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિએ ઈઝરાયલ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે તે પેલેસ્ટાઈનમાં પણ આવું જ થઇ રહ્યું છે. રેસેપ તૈયપ એર્દોઆનએ કહ્યું કે અમને વિવિધ સ્ત્રોતો પાસેથી મળેલી માહિતી મુજબ હુથી બળવાખોરોએ ખૂબ જ સફળ બચાવ કર્યો છે અને યુએસ-બ્રિટન બંને સામે યોગ્ય જવાબો આપ્યા છે. તેણે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ઈઝરાયેલ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાના ‘નરસંહાર’ના કેસ પર પણ પ્રતિક્રિયા આપી હતી. વધુમાં કહ્યું કે કોર્ટે એ પણ સ્વીકાર્યું છે કે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પાસે છુપાવવા માટે કોઈ જગ્યા નથી. બીજી બાજુ અમેરિકાએ સ્પષ્ટપણે કહ્યું છે કે જો હુથીઓ લાલ સાગરમાં જહાજોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે તો યમનમાં વધુ હુમલા કરવામાં આવશે.