December 17, 2024

આ સમયે હળદરવાળું દૂધ પીશો તો થશે આડઅસર

Turmeric Milk Side Effects: કોઈ પણ પ્રકારની બિમારીમાં હળદરવાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણી વખત તમારે હળદરવાળું દૂધ પીવું જોઈએ નહીં. જો તમે આ સમયે હળદરવાળું દૂધ પીવો છો તો તમને ઘણું નુકસાન થઈ શકે છે. આવો જાણીએ કે ક્યારે હળદરવાળું દૂધ ના પિવું જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન હળદરવાળું દૂધ ન પીવો
ગર્ભવતી મહિલાઓ છે તેને હળદરવાળું દૂધ ન પીવું જોઈએ નહીં. જેનાથી આ મહિલાઓને પેટમાં દુખાવો અને ઉબકા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય જે લોકોને શરીરમાં ગરમી વધારે છે તે લોકોએ પણ આ દૂધ પીવું જોઈએ નહીં. તેમને ત્વચા પર ફોલ્લીઓ અને બળતરાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

આંતરડાના સ્વાસ્થ્ય પર અસર
હળદરવાળું દૂધ પીવાથી તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો તમે પેટની સમસ્યાથી દૂર રહેવા માંગો છો તો તમારે હળદરવાળા દૂધનું માત્રમાં સેવન કરવું જોઈએ. જો તમે વધારે પિશો તો ઉલ્ટી કે ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આ પણ વાંચો: દિવાળીમાં બનાવો પાટણના ફેમસ રૂપાળા ટેસ્ટી દેવડા, મોઢામાં મૂકતાં જ ઓગળી જશે

લીવર સંબંધિત રોગોમાં સાવધાની
જો તમને લીવર સંબંધિત કોઈ પણ પ્રકારની બિમારી હોય તો તમારે હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનાથી તમારા લીવરને ઘણી સમસ્યા થઈ શકે છે.

(કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો)