ભારતને હથિયાર વેચવા પર તુર્કીએ લગાવ્યો ‘પ્રતિબંધ’, એક ભૂલથી ખુલી ગઈ પોલ
India Turkey Relations: ઈસ્લામિક દેશ હોવાના કારણે તુર્કી હંમેશા પાકિસ્તાનના સમર્થનમાં રહે છે. જેના કારણે હવે તુર્કી અને ભારત વચ્ચેના સંબંધોમાં મોટો મતભેદ જોવા મળી રહ્યો છે. તુર્કીની સરકારે વિશ્વના સૌથી મોટા શસ્ત્ર આયાતકારોમાંના એક ભારતને લશ્કરી સાધનોના વેચાણ પર ગુપ્ત રીતે પ્રતિબંધ લગાવ્યો છે. એર્દોગનની સરકારે પ્રતિબંધ અંગે સીધો નિર્ણય લીધો નથી. પરંતુ હથિયારોના વેચાણને મંજૂરી આપવામાં આવી રહી નથી. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે થોડા મહિના પહેલા ભારતે શિપ બિલ્ડીંગ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી તુર્કી ફર્મ સાથેનો કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. તુર્કીની સરકારે પ્રતિબંધને લઈને કોઈ મોટી જાહેરાત કરી નથી. પરંતુ તેનો ખુલાસો તુર્કીની સંસદમાં બંધ બારણે સત્રમાં કરવામાં આવ્યો હતો.
વિદેશી બાબતોની સમિતિમાં 10 જુલાઈ 2024ની ચર્ચાના વિવરણ અનુસાર, તુર્કીની ટોચની હથિયાર ખરીદી એજન્સી, સંરક્ષણ ઉદ્યોગની પ્રેસિડેન્સી (SSB) ના ઉપાધ્યક્ષ મુસ્તફા મુરત સેકરે અજાણતાં આ ગુપ્ત નીતિનો ખુલાસો કર્યો હતો. જોકે તુર્કી દ્વારા લેવામાં આવેલ આ પગલું આશ્ચર્યજનક નથી. કારણ કે જ્યારે પણ ભૌગોલિક રાજનીતિની વાત આવે છે ત્યારે બંને એકબીજાના વિરોધી લાગે છે. પાકિસ્તાન સાથેના ગાઢ સંબંધો વચ્ચે તુર્કી સતત ભારત વિરોધી નિવેદનો આપે છે. આ કારણે ભારત પણ તુર્કિની વિરૂદ્ધ ઊભું રહે છે. તે તુર્કીના દુશ્મન ગ્રીસને લગતા વિવાદો પણ સતત ઉઠાવે છે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પને મજબૂત જોઈને ડરી ગયા ઝેલેન્સકી, કહ્યું- તેમની જીત યૂક્રેનની મુશ્કેલી વધારશે
હથિયારોના વેચાણને મંજૂરી નથી મળતી
એપ્રિલમાં ભારતે શિપબિલ્ડિંગ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી તુર્કી કંપની સાથેનો કરાર રદ કર્યો હતો. એપ્રિલમાં જ ભારતે ગ્રીસના આર્મી ચીફનું સ્વાગત કર્યું હતું. તેમના ઘટસ્ફોટને સંવેદનશીલ ગણાવતા, સેકરે સાંસદોને કહ્યું કે જ્યારે ગ્રાહક ભારત સાથે જોડાયેલો હોય ત્યારે સરકાર એક પણ લશ્કરી વસ્તુના વેચાણને મંજૂરી આપતી નથી. ભારત સાથે મતભેદ હોવા છતાં ગુપ્ત પ્રતિબંધ અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે.
કંપનીઓને પરમિટ આપશો નહીં
ભારત વિશ્વના ટોચના પાંચ શસ્ત્ર આયાતકારોમાંનું એક છે. લગભગ 100 બિલિયન ડોલરની આયાત કરતી હથિયાર કંપનીઓ માટે તે એક મોટું બજાર છે. તેમણે કહ્યું, જોકે અમારા રાજકીય સંજોગો અને પાકિસ્તાન સાથેની અમારી મિત્રતાના કારણે અમારું વિદેશ મંત્રાલય ભારતમાં કોઈપણ નિકાસ પર અમને હકારાત્મક પ્રતિસાદ આપતું નથી અને પરિણામે અમે અમારી કંપનીઓને કોઈ પરમિટ આપતા નથી. વિદેશમાં ટર્કિશ સંરક્ષણ સામગ્રીના વેચાણ માટે તુર્કી સૈન્ય પાસેથી મંજૂરીની જરૂર છે. તુર્કીએ એવા ઘણા દેશોને બ્લેકલિસ્ટ કરી દીધા છે જ્યાં તે શસ્ત્રો વેચતો નથી.