January 16, 2025

સવારના નાસ્તામાં ટ્રાય કરો આ મેક્સિકન સલાડ

Mexican salad: મેક્સિકન સલાડ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેને તૈયાર કરવામાં વધુ સમય લાગતો નથી. આથી સવારના સમયમાં તમને બહું બધા પોષકતત્વો સાથે એક પર્ફેક્ટ નાસ્તો આ મેક્સિકન સલાડ બની શકે છે. તો ચાલો ઝડપી મેક્સિકન સલાડ બનાવવાની આ એક સરળ રેસીપી જાણીએ.

સામગ્રી
1 વાટકી પાકી કેરી
1 વાટકી પાકેલું પપૈયું
1/2 વાટકી બાફેલી પાલક
પલાળેલી બદામ 1/2 વાટકી
1/2 લીંબુનો રસ
મીઠું અને ખાંડ સ્વાદ મુજબ
આદુની પેસ્ટ 1 ચમચી
1 લીલું મરચું બારીક સમારેલ
ઓલિવ તેલ 1 ચમચી
સૂકા ફુદીના પાવડર 1 ચમચી

પદ્ધતિ
– પલાળેલી બદામને છોલી તેમાં પપૈયું, કેરી, પાલક, બદામ બધું એક બાઉલમાં નાખો.
– લીંબુનો રસ, આદુની પેસ્ટ, મીઠું, ખાંડ અને ઓલિવ તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
– ઉપર ફુદીનાનો પાવડર છાંટી સર્વ કરો.

મેક્સિકન વાનગીઓમાં મોટા ભાગે રાજમાનો ઉપયોગ થાય છે. તે ખાવામાં સ્વાદિષ્ઠ અને ખુબ જ લાભદાયી છે. રાજમામાં આયર્ન, ફાઇબર અને મેગ્નેશીયમનું સારુ એવું પ્રમાણ મળે છે. રાજમાં ખાવાથી બ્લડ પ્રેશર પર પણ કંટ્રોલ રહે છે. આ ઉપરાંત કબજીયાતની સમસ્યા વધી રહી છે.