April 27, 2024

સોડાવાળા પીણાની જગ્યાએ ટ્રાય કરો આ બુસ્ટર ડ્રિંક… મોજ પડી જશે!

Immunity Booster Drink: ગરમીની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે આપણને કંઈકને કંઈક ઠંડું પીવાનું મન થતું રહેશે. સામાન્ય રીતે લોકો સોડાવાળા ડ્રિંક પીવાનું પસંદ કરે છે, પરંતુ તેમાં રહેલા નુકસાનકારક ઘટકોને ભૂલી જાય છે. સોડાવાળા પીણામાં સોડિયમ અને કાર્બન રહેલા છે. જેના કારણે તમારા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે. કેટલાક લોકો તેનું દરરોજ સેવન કરે છે. જેના કારણે તેમના હાઈ બ્લ્ડપ્રેશર અને દિલની બીમારીઓ થઈ શકે છે. તમે આ સોડાવાળા પીણાંની જગ્યાએ કેટલાક ખાસ ઈમ્યુનિટી બુસ્ટ કરે તેવા ડ્રિંક પીવા જોઈએ.

નારિયેળનું પાણી
જો તમે ઉનાળામાં રિફ્રેશિંગ ડ્રિંક શોધી રહ્યા છો. તો તમે સોડા ડ્રિંકને બદલે નારિયેળ પાણી પી શકો છો. નારિયેળ પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી પ્રદાન કરે છે. આ સાથે નારિયેળ પાણી પીવાથી શરીરને પૂરતું પોષણ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

આ પણ વાંચો: આ ઉનાળામાં તમે આ કપડાં અને રંગથી મેળવશો એલિગન્ટ લુક

લીંબુ પાણી
એસિડિટી દૂર કરવા માટે જો તમે સોડા ડ્રિંક પીતા હોવ તો તેના બદલે લીંબુ પાણી પી શકો છો. વિટામિન સી ભરપૂર હોવાથી તે તમને ડિહાઈડ્રેશનથી બચાવે છે. જ્યાં એક તરફ સોડા ડ્રિંકથી વજન વધે છે, તો બીજી તરફ લીંબુ પાણી વજનને કંટ્રોલ કરવાનું સરળ બનાવે છે.

હર્બલ ટી
ચા એ ભારતના લોકો માટે શ્રેષ્ઠ પીણું છે. તેથી જો તમે તાજગી માટે પીણું શોધી રહ્યા હોવ તો તમે હર્બલ ટી પી શકો છો. આમાં તમે હિબિસ્કસ, ગુલાબ અને કેમોલી ચા બનાવી શકો છો. હર્બલ ટીમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે શરીરને અનેક રોગોથી બચાવે છે.

મિન્ટ ડ્રિંક
જો તમે ઉનાળામાં સોફ્ટ ડ્રિંક પીવાના શોખીન છો તો તમે ફુદીનાનું પીણું પી શકો છો. ઉનાળામાં ફુદીનાનું પીણું પીવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને તે તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં પણ મદદ કરે છે.