ટ્રમ્પે ગેરકાયદે રહેતા ભારતીયોને હાંકી કાઢવાનું શરૂ કર્યું
Donald Trump: ટ્રમ્પે ગેરકાયદે રહેતા ભારતીયોને હાંકી કાઢવાનું શરૂ કરી દીધું છે. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ 15 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની યાદી તૈયાર કરી, જેમાં 18,000 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. એક રિપાટ પ્રમાણે અમેરિકામાં લગભગ 7.25 લાખ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ રહે છે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્કે અમેરિકન એજન્સી USAIDને શા માટે ખૂબ જ ભયાનક ગણાવી ?
કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવી
એક માહિતી પ્રમાણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને એક યુએસ લશ્કરી વિમાન સોમવારે ભારત માટે રવાના થયું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવી છે.