January 13, 2025

સોમનાથ ત્રિવેણી સંગમ પર યાયાવર સીગલ પક્ષીઓ બન્યા મહેમાન

 

અરવિંદ સોઢા,ગીર સોમનાથ: સોમનાથ ખાતે ત્રિવેણી સંગમ અને દરીયા કિનારે વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. ઠંડીનું પ્રમાણ વધતાની સાથે સુંદર મજાના સીગલ પક્ષીનું આગમન થયું છે. આ પક્ષીઓ સોમનાથ આવતા યાત્રિકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

હુંફાળા વાતાવરણમાં આવે છે પક્ષીઓ
શિયાળાની શરૂઆત થતાં યુરોપ રશીયા સહિતના દેશોમાં ખુબ જ બરફ પડવાને કારણે આ પક્ષીઓ હુંફાળા વાતાવરણમાં શિયાળા દરમિયાન આવે છે. આખા શિયાળા દરમિયાન ત્રિવેણી સંગમ અને દરીયા કિનારે આ પક્ષીઓ વસવાટ કરે છે. પક્ષીઓ બચ્ચાંને જન્મ આપીને તેનો ઉછેર કરે છે અને ગરમીની શરૂઆત થતાની સાથે વિદાય લે છે આ પક્ષીઓ. ત્રિવેણી સંગમ કિનારે લોકો લોટ સહિત ખવડાવે અને બાળકો આનંદ લે છે.

આ પણ વાંચો: સુરતનો હાથમાં રિવોલ્વર સાથે ડાન્સ કરતો યુવકનો વીડિયો વાયરલ

ત્રિવેણી સંગમના મહેમાન
આ યાયાવર પક્ષીઓ યુરોપ રશીયાના દેશોમાં ખુબ ઠંડી પડવાને કારણે બરફ જામી જાય છે. જેથી દરીયા કિનારાના હુંફાળા વાતાવરણમાં શિયાળામાં આવે છે. શિયાળો પુર્ણ થતાં ફરી વતન રવાના થાય છે. શિયાળાની સિઝનમાં આ પક્ષીઓ ત્રિવેણી સંગમના મહેમાન બનતા હોય છે.