TRB જવાન સાથે ભેદભાવ! 10 કલાક કામ કર્યા બાદ પણ મળે છે માત્ર 6 કલાકનું વેતન

Ahmedabad: સતત વધતી ટ્રાફિક સમસ્યા સામે TRB જવાન ખડેપગે કામગીરી કરે છે પરંતુ વેતનની બાબતોમાં ભેદભાવ થતો હોવાની વાત સામે આવી છે. જેને લઈને રાજ્યના TRB જવાનોએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. TRB જવાનોએ રાજ્ય સરકાર દ્વારા અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે.

TRB જવાનોએ કામના કલાકો, પડતર માંગણી સહિતના પ્રશ્નો અંગે હાઇકોર્ટ પાસે મદદ માગી છે. તેમજ 10 કલાક કામ કરાવવામાં આવે છે પરંતુ માત્ર 6 કલાકનું વેતન અપાતું હોવાની રજૂઆત કરી છે. મૂળ પગાર સિવાય ESIC, અન્ય એલાઉન્સ અને ઇન્સ્યોરન્સ અંગે પણ અરજીમાં રજૂઆત કરી છે. આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો: રોહિતને ટ્રોલ કરનાર કોંગ્રેસ નેતા શમા મોહમ્મદના બદલાયા સૂર, કર્યા ક્રિકેટરના વખાણ