January 29, 2025

જમ્મુ-કાશ્મીરની મુસાફરી બનશે સરળ, વંદે ભારત ટ્રેન દિલ્હીથી શ્રીનગર સુધી દોડશે

Vande Bharat Express: જમ્મુ અને કાશ્મીરની મુસાફરી કરતા લોકોને લઈને મોટા સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે થોડ જ સમયમાં વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં દિલ્હીથી શ્રીનગર દોડી શકે છે. દિલ્હીથી કન્યાકુમારી અને શ્રીનગર સાથે રૂટ જોડાશે.

શું છે તૈયારી?
ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંકનો સૌથી મુશ્કેલ ભાગ બનિહાલ કહેવામાં આવે છે. જેના પર આ રેલ માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. મોદી દિલ્હીથી શ્રીનગર સુધી વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરી શકે છે. સીએમ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે થોડા જ સમય પહેલા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: ICCએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી

અલગ-અલગ બેઠકો કરી
સીએમ અબ્દુલ્લા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળ્યા હતા. તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને તેના એક દિવસ પહેલા તેઓ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળ્યા હતા. મુખ્ય પ્રધાને ઓક્ટોબરના બીજા છેલ્લા સપ્તાહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરી અને ઊર્જા પ્રધાન મનોહર લાલ અને રાજનાથ સિંહ સાથે અલગ-અલગ બેઠકો કરી હતી.